SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] લકી કાલ અમીર ખુસરોના કાવ્યની વિગતને સ્વીકારે છે, જ્યારે નિઝામુદીન એને લેખામાં લેતું નથી. આ બંનેમાંથી કોઈ કૌલાદેવીના નામને કે એની માગણીને ઉલેખ કરતા નથી.૨૮ ફરિતા (લગભગ ઈ. સ. ૧૬૦૬–૧ ) “તારીખે ફરિતહ” માં આ સર્વે વિગતો સાંકળી લે છે. એમાં કર્ણ હાર્યો, દખણ તરફ નાસી ગયો, મુસલમાનોનું આક્રમણ થતાં દેવગિરિ જતાં રસ્તામાં દેવલદેવી કેદ પકડાઈ એને દિલ્હી લઈ જવામાં આવી, ત્યાં એનું શાહજાદા ખિઝરખાન સાથે લગ્ન થયું, એ સર્વ વિગતે આપી છે. ૨૯ કાન્હડદેપ્રબંધ(ઈ. સ. ૧૪૫૫)માં કવિ પદ્મનાભ “કર્ણની રાણી પગપાળી નાઠી” એટલું જ જણાવે છે.૩૦ હિંદુ લેખકો કમલાદેવી-દેવલદેવી વિશે કંઈ જણાવતા નથી. અર્વાચીન ઈતિહાસકારોમાં શ્રી ફાર્બસ,૩૧ શ્રી ભગવાનલાલ ઈંદ્રજી,૩૨ શ્રી કિમિલેરિય૩૩ વગેરે અમીર ખુસરોના કાવ્યમાં આપેલ વિગતોને સ્વીકારે છે. પરંતુ કેટલાક બીજા ઈતિહાસકારો આ પ્રસંગને કપિલકલ્પિત માને છે. આ અંગે બાબુ જગનલાલ ગુપ્ત જણાવે છે કે “કર્ણ પોતાની પુત્રી પ્રથમ મુસલમાની બાદશાહને પરણાવવાનું કબૂલ કરે છે ને હિંદુ શંકરદેવને આપવાની આનકાની કરે છે એ વાત સંભવિત નથી. કર્ણની આર્ય સંસ્કારમાં ઉછરેલી રાણી પિતાના પતિના પુત્રને પિતાની પુત્રી પરણાવવા તૈયાર થાય એ સંભવિત નથી. ને વરકન્યાની વય આઠ-દસ વર્ષની જેમાં બંને વચ્ચે કપેલે પત્રવહેવાર અશકય છે.” આમ તેઓ આ પ્રસંગને અસભવિત માને છે અને સાથે સાથે આ પ્રસંગનું મૂળ આ પ્રમાણે જણાવે છે: “રણથંભોરના ચૌહાણ રાજા હમ્મીરદેવની કન્યા દેવલદેવીને પિતાના પુત્ર માટે મેળવવામાં નિષ્ફળ ગયેલા અલાઉદ્દીનને ખુશ રાખવા અમીર ખુસરેએ કર્ણદેવની દેવલદેવીનો પ્રસંગ ઉપજાવી કાઢેલ છે.૩૪ બાબુ જગનલાલ ગુપ્તના મંતવ્ય સાથે શ્રી રા. ચુ. મોદી,૩૫ થી ૬ કે. શાસ્ત્રી, તથા શ્રી ર. ભી. જેટ ૩૭ વગેરે સહમત થાય છે. ડો. કે. આર. કાનનો દેવલદેવીને પ્રસંગ કવિકલ્પિત હોવા વિશેની માન્યતા માટે બાબુ જગનલાલ ગુપ્તના મંતવ્યો સાથે સહમત થાય છે, પણ એમણે આ પ્રસંગનું મૂળ બતાવતી જે દલીલ કરી છે તેની સાથે સહમત થતા નથી. એ જણાવે છે કે ખુસરેના કાવ્યની વાર્તાને કોઈ પાયો જ નથી.૩૮ શ્રી મુનશી બાબુ જગનલાલ ગુપ્તનાં સર્વ મંતવ્ય સ્વીકારે છે ને અમીર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy