SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સેલંકી કાલ [ પ્રઆ પૈકી હિ.સ. ૬૯૮(ઈ. સ. ૧૨૯૮-૯૯)ને સમર્થન આપે છે.આ અસામી ના જણાવ્યા પ્રમાણે આ પ્રથમ વખતના યુદ્ધમાં કર્ણ હાર્યો. પણ મુસલમાને ગુજરાતમાં કાયમી સત્તા સ્થાપી શક્યા નહિ. થોડાક વખત બાદ. મુસલમાન સન્ય પોતાની જાતે પાછું વળતાં અથવા કણે બળવો કરીને હાંકી કાઢતાં કર્ણ ફરી પાછો પાટણના સત્તાધીશ બન્ય,૯૧ આથી બાદશાહે બીજી વાર જહીતમ અને પંચમની નામના સરદારોની આગેવાની હેઠળ ગુજરાત પર ચડાઈ કરવા સૈન્ય મોકલ્યું. આ વખતે કર્ણ સંપૂર્ણપણે હાર્યો.૯૨ વિચારણ, પ્રવચનપરીક્ષા વગેરેમાં કર્ણને રાજ્યકાલ વિ. સં. ૧૩૫૩ થી ૧૩૬૦ સુધી આપેલ છે; સં. ૧૫૭૧ ની એક ગ્રંથપ્રશસ્તિમાં પણ સં. ૧૩૬૦ માં કર્ણદેવનું રાજ્ય હોવાનું જણાવ્યું છે,૯૩ આથી એમ જણાય છે કે મુસલમાનોનું પ્રથમ આક્રમણ ઉપર જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૭૫૬(ઈ. સ. ૧૨૯૯–૧૩૦૦)માં થયું અને બીજું આક્રમણ વિ. સં. ૧૩૬ (ઈ. સ. ૧૩૦૩-૦૪) માં થયું.૩૮ કહે એ પહેલાંના વર્ષેવિ. સં. ૧૩૫૯માં) પાટણની સત્તા પુનઃ પ્રાપ્ત કરી લાગે છે.લૂઆ બીજા આક્રમણ વખતે કર્ણ સંપૂર્ણપણે હારી ગયો. કણદેવના અંતિમ દિવસ કણદેવ પિતે આસાવલમાંથી નાસીને દક્ષિણમાં દેવગિરિના યાદવ રાજા રામચંદ્રના આશ્રયે ગયો. ત્યાં ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં સામંત તરીકે રહીને એક નાની ઠકરાત ઉપર પિતાની સત્તા જમાવી. એની સાથે એની પુત્રી દેવળદેવી હતી. રાજા કર્ણદેવ બાગલાણના કિલ્લામાં આશ્રય મેળવી રહેલે હતો ત્યારે રાજા રામચંદ્રના યુવરાજ સિંઘણદેવે૯૪ દેવલદેવી સાથે લગ્ન કરવાની માગણી રાજા કર્ણદેવ સમક્ષ મૂકી હતી. એક મરાઠાને પિતાની રાજકુંવરી પરણાવવામાં આવે તે રાજપૂત ગૌરવને હાનિ પહોંચે એમ માનીને એણે એને અનાદર કર્યો.૯૫ ડાક વખત પછી એવું બન્યું કે દેવગિરિને રાજા રામચંદ્ર પૂર્વશરત પ્રમાણે બાદશાહ અલાઉદ્દીનને ખંડણી મોકલતો ન હોવાથી તેમજ એણે કર્ણદેવને આશ્રય આપ્યો હોવાથી રામચંદ્રને સજા કરવા બાદશાહે મલેક કાફૂરને દક્ષિણમાં ચડાઈ કરવા હુકમ કર્યો (ઈ. સ. ૧૩૦૭).૧૬ આની જાણ કમલાદેવીને થતાં એણે દક્ષિણમાં ગયેલા કર્ણદેવ પાસેથી પિતાની પુત્રી મંગાવી આપવાની બાદશાહને વિનંતી કરી. બાદશાહે મલેક કારને એ પ્રમાણે સૂચના આપી. ગુજરાતના સૂબા અલપખાનને પણ મલેક કાફૂરના સૈન્ય સાથે જોડાવાને બાદશાહે હુકમ આપો.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy