SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વાધેલા સાલકી રાજ્ય "હું શું] [ ૯૫ લાવીશ ત્યારે અહીંનું ધાન ખાઈશ.’૮૬ એવી પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી રચાયેલ સુહીત નેસીની ખ્યાતમાં માધવની પુત્રી હર્યાનું કહેલ છે.૮૭ ભાટચારણાની કથામાં માધવની પત્નીને હર્યાંનુ જણાવેલ છે. આમ જોતાં જણાય છે કે કર્ણ દેવે માધવના કુટુંબની કોઈ સ્ત્રી પર અત્યાચાર કર્યાં ને તેથી માધવે અત્યાચારી રાજાની સાન ઠેકાણે લાવવા પેાતાના કુટુંબ ઉપર ગુજારેલ અત્યાચારનું વેર લેવા અલાઉદ્દીનને ગુજરાત પર આક્રમણ કરવા પ્રેર્યાં.૮૮ આ ચડાઈનું વર્ણન કરતાં કાન્હડદેપ્રાધ(ઈ. સ. ૧૫૧૨)માં જણાવ્યું છે કે · માધવની માગણીથી સુલતાને લશ્કર તૈયાર કર્યું. અને એને પોતાના રાજ્યમાંથી પસાર થવા દેવા માટે જાલેરના ચહુઅણુ રાજા કાન્હડદેને પોશાક મેાકલી પુછાવ્યું, પરંતુ મુસલમાનેાના લશ્કરના ત્રાસને જોઈ કાન્હડદેએ રસ્તા આપવાની ના પાડી. ચિતેડના સમસી રાવળે મેવાડમાંથી જવાનેા રસ્તા આપ્યા એટલે મુસલમાની લશ્કર અનાસકાંઠે થઈ ને મેાડાસા આવ્યુ. મોડાસામાં આ વખતે બત્તા નામના ઠાકાર સત્તા પર હતેા. એણે બહાદુરીપૂર્વક લશ્કરને સામનેા કર્યાં. અંતે એ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. આ પછી મુસલમાન લશ્કરે મેડાસા ભાંગ્યુ. એ પછી ઠેર ઠેર આગ લગાડતું ત્રાસ વર્તાવતું એ મુસલમાન સૈન્ય ધાનઢાર (પાલણુપુર–મહેસાણા), ઠંડાવ્ય (મહેસાણુા-ડાંગરવા) વગેરેનેા નાશ કરી પાટણ પહેાંચ્યું. પાટણ લૂંટયું અને ગઢને ઘેર્યાં. પછી માધવની સલાહથી કર્ણદેવ છીંડુ પાડી નાસી ગયા અને એની સાથે એની રાણી પણ પગે ચાલતી નાડી. આ પછી મુસલમાન સૈન્ય પાટણુના ભંડાર લૂંટી તથા મદિને નાશ કરી આગળ વધ્યું. એ પછી એ સૌરાષ્ટ્ર તરફ વળ્યું. રસ્તામાં ઊના, દીવ, મંગલપુર વગેરેને છિન્નભિન્ન કરીને છેવટે સેામનાથ પહોંચ્યું. ત્યાં સારડના વાળા, વાજા, જેઠવા વગેરે રાજપૂતા સામે થયા, પણુ મુસલમાન લશ્કરે કાટાડી નાખતાં દેવપટ્ટનને ખાનના અસવારોએ લૂટયું. છેવટે સેામનાથના મંદિર આગળ ભયંકર યુદ્ધ ખેલાયું તેમાં આ સર્વાં અનનુ મૂળ માધવ મહેતા કામ આવ્યા. અંતે સામનાથનું મ ંદૅિર પડયું અને લૂંટાયું.૮૯ આમ કહ્યુ દેવ ૨ તે મુસલમાનેાના હાથે સખ્ત દ્વાર પામ્યા અને નાસી ગયા. આ હુમલામાં એની રાણી કમલાદેવી પકડાઈ ગઈ. સુલતાને અણહિલવાડમાં સરવરખાનને નાઝિમ તરીકે મેાકલ્યે!. આ બનાવ કયારે બન્યા એ અંગે મુસલમાન લેખકો જુદાં જુદાં વ આપે છે. મિરાતે અહમદીમાં હિજરી સન ૬૯૬ (વિ. સ. ૧૭૫૭-૫૪), તારિખે ફરિસ્તહમાં હિ. સ. ૬૯(વિ. સં. ૧૭૫૪-૫૫), અને તારીખે ફીરાઝશાહીમાં હિ. સ. ૬૯૮(વિ. સં. ૧૩૫૫-૫૬)નાં વર્ષ આપેલાં છે.૯૦ વિવિધતી ૫માં આપેલું વર્ષ વિ. સં. ૧૩૫૬(ઈ. સ. ૧૨૯૯-૧૩૦૦)
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy