SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] ઈતિહાસની પૂર્વભૂમિકા ઐતિહાસિક કાલની સરખામણીએ પ્રાગઐતિહાસિક કાલ ઘણે લાંબા છે. ઐતિહાસિક કાલ ભારત જેવા દેશમાં છેલ્લાં પાંચેક હજાર વર્ષને જ છે, જ્યારે પ્રા-અતિહાસિક સંસ્કૃતિને સમયપટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલે વિસ્તરે છે; આથી પ્રાગ ઐતિહાસિક કાલને “યુગ” (age) સંજ્ઞા આપવામાં આવે છે, પ્રાગ ઐતિહાસિક કાલમાં માનવ-કૃત ટકાઉ ચીજે મુખ્યત્વે પાષાણની ઘડવામાં આવતી, આથી એ યુગને “પાષાણયુગ કહે છે. એ ચીજમાં મુખ્યત્વે હથિયારને સમાવેશ થાય છે. પાષાણનાં હથિયારે ઘડવાની જુદી જુદી હુન્નરપદ્ધતિ પરથી પાષાણયુગની સંસ્કૃતિના જુદા જુદા તબક્કા જાણવા મળે છે ને એ અનુસાર પાષાણયુગના જુદા જુદા વિભાગ પાડવામાં આવે છે. આ પ્રાગઐતિહાસિક કાલ આ પાષાણયુગોનો બને છે. આઘઇતિહાસ લેખનકલાની શોધ થતાં માનવ-સંસ્કૃતિના ઇતિહાસમાં અબ પરિવર્તન આવે છે. હવે વ્યક્તિવિશેષ, સ્થળવિશેષે અને ઘટના વિશેની વિગતવાર માહિતી મળી શકે છે ને એના સમયાંકન વિશે ચોકકસ અનુમાન તારવી શકાય છે, પરંતુ એમાં કેટલીક વાર એવું બને છે કે એ પુરાતન કાલના અભિલેખો ઉપલબ્ધ થયા હોવા છતાં આપણને એની લિપિ ઊકલી શકતી ન હોય ને એને લઈને એમાં લખેલી હકીકતને આપણે ઉપયોગ કરી શકતા ન હોઈએ. કેટલીક વાર કેઈ પુરાતન કાલનું સાહિત્ય શબ્દબદ્ધ થયું હોવા છતાં લિપિબદ્ધ ન થયું હોય ને કંઠસ્થ પરંપરા દ્વારા જ પછીની પેઢીઓમાં સંક્રાંત થતું હોય અથવા એ લિપિબદ્ધ થયું હોય તો પણ એ કાલની લેખન સામગ્રી કાળબળે નષ્ટ થઈ હોય ને માત્ર એની ઉત્તરોત્તર નકલે દ્વારા લખાયેલી ઘણી ઉત્તરકાલીન પ્રતિ દ્વારા જ ઉપલબ્ધ રહી હોય. વળી એમાં ઉહિલખિત વ્યક્તિઓ કે ઘટનાઓ વિશે નક્કર સમકાલીન પુરાવો પૂરો પાડે તેવી કોઈ અભિલિખિત સામગ્રી મળતી ન હોય; આથી સમકાલીન લખાણની પ્રાપ્તિના કે એના પઠનના અભાવે એ કાલના ઈતિહાસ માટે પૂરતી માહિતી અને ચોક્કસ સમયાંકન ઉપલબ્ધ થતાં નથી. તે એ કાલને “એતિહાસિક કેવી રીતે કહેવાય? આથી કેટલાક એને “પ્રાગ ઐતિહાસિક ગણાવે છે, પરંતુ લેખનકલાના જ્ઞાન તથા વિનિયોગને લઈને એને પ્રાર્-ઐતિહાસિક કાલથી જુદો પાડશે જરૂરી છે."
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy