SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ પ્રાગ-ઈતિહાસ અને આઘ-ઈતિહાસ ૧, ભિન્ન ભિન્ન યુગે સંસ્કૃતિ અને ઇતિહાસ તે તે ભૂભાગની ભૂમિ પર માનવનો પ્રાદુર્ભાવ કે સંચાર થયો ત્યારથી એના જીવનનું જે ઘડતર થવા લાગ્યું તેને માનવવિજ્ઞાનની પરિભાષામાં સંસ્કૃતિ કહે છે. એમાં માનવની ઘડેલી ચીજો, માલમત્તા, હુન્નર, ટેવો, વિચાર, મૂલ્ય વગેરેના સામાજિક વારસાનો સમાવેશ થાય છે. દેશ, પ્રદેશ કે પ્રજાની સંસ્કૃતિના પ્રમાણિત વિગતવાર વૃત્તાંતને “ઈતિહાસ' કહે છે. ઈતિહાસ માટે પૂરતી માહિતી અને નિશ્ચિત સમયાંકન અનિવાર્ય ગણાય છે. આ સાધનને આધાર લિખિત સામગ્રી અને એમાં થયેલા સમયનિર્દેશ પર રહેલો છે. આ સામગ્રી સમકાલીન અને/અથવા અનુકાલીન હોય છે. પ્રા–ઇતિહાસ " પરંતુ માનવ કંઈ સંસ્કૃતિના છેક ઊગમકાલથી લેખનકલા જાણુ ને પ્રયોજતો થયો નહોતો. સંસ્કૃતિનાં શરૂઆતનાં હજારો વર્ષોને વૃત્તાંત અનલિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિના વૃત્તાંત માટે અન્ય સમકાલીન સાધનો દ્વારા કેટલીક રૂપરેખાત્મક માહિતી મળે છે, જેમાં લિખિત ઉલ્લેખના અભાવે કોઈ માનવવિશેષો, સ્થળવિશેષ કે ઘટનાવિશેષોની સંજ્ઞાપૂર્વક વિગતો પૂરી શકાતી નથી; આથી સંસ્કૃતિના આ પ્રાઅક્ષરજ્ઞાન કે નિર-અક્ષરજ્ઞાન કાલને પ્રાગઐતિહાસિક કાલ” તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગઐતિહાસિક કાલના ઉપલબ્ધ વૃત્તાંતને પ્રા-ઈતિહાસકહે છે. કોઈ પણ દેશ, પ્રદેશ કે પ્રજાને ઇતિહાસ સમજવા માટે એની પ્રાગ-ઐતિહાસિક ભૂમિકા જાણવી જરૂરી છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy