SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સુ‘1 કાલગણના f ૪૮૭ સંવતની વહેલામાં વહેલી ઉપલબ્ધ મિતિ શક વર્ષ ૬૭૯( ઈ. સ. ૭૫૭ )ની મળે છે. આ પરથી દક્ષિણ ગુજરાતમાં આ સ ંવત ઈ. સ. ૭૫૦ના અરસામાં લુપ્ત થયેલા જણાય છે. આ પ્રદેશના કલચુરિ રાજાએ આગળ જતાં ચેદિ દેશમાં સત્તારૂઢ થયા ત્યારે એમણે આ સંવત ચેદિ દેશમાં પ્રચલિત કર્યાં.૭૬ ત્યાં એ સંવત ચેદિ સંવત’ તથા ‘લસુરિ સંવત’ તરીકે ઓળખાયા. ૬. વિક્રમ સંવત મૈત્રક કાલના છેવટના ભાગમાં તેમજ અનુમૈત્રક કાલ દરમ્યાન ગુજરાતમાં ઉત્તરના પ્રતીહારાના શાસનની અસરથી વિક્રમ સંવત વપરાવા લાગ્યા. જાઈકદેવના ધીણુંકીવાળા દાનશાસનમાં જણાવેલુ' વિક્રમ સંવત ૭૯૪ નું વર્ષ એ ગુજરાતના પ્રાચીન લેખેામાં આપેલું વિક્રમ સંવતનુ' પહેલું ઉપલબ્ધ વર્ષ થાય, પરંતુ એ દાનશાસન બનાવટી હાઈ એની મિતિ કપાલકલ્પિત છે.૭૭ ચાહમાન રાજા ભવદ્ધ ૨ જાના હાંસેટવાળા દાનશાસનની મિતિમાં આપેલા વર્ષે ૮૧૩ની સાથે એના સંવતનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ એ વવિક્રમ સંવતનું હાવાનું પ્રતિપાદિત થયુ' છે.૭૮ આમ વિક્રમ સંવત જે શતકાથી ગુજરાતમાં મુખ્ય સંવત તરીકે પ્રચલિત છે તે અહી એના નવમા શતક પહેલાં પ્રચલિત થયેા હેાવાનું જણાતું નથી.૭૯ આ સંવત ઈ. પુ. ૫૮ થી શરૂ થયા ગણાય છે. અનુશ્રુતિ અનુસાર આ સંવત ઉજ્જનના રાજા શકારિ વિક્રમાદિત્યના રાજ્યકાલથી શરૂ થયા હૈાવાનુ મનાય છે, પરંતુ ઈસ્વી સન પૂર્વે પહેલી સદીમાં એવા કાઈ શકપ્રવક રાજા થયા હોવાનું સપ્રમાણ 'તિહાસમાં પ્રતિપાદિત થયું ન હોઈ તેમજ આ સંવતના નામનિર્દેશવાળી મિતિએ એનાં અનેક આરંભિક શતકાને લગતી૮૦ મળતી ન હાઈ એની ઉત્પત્તિ સંબંધમાં અનેક ભિન્ન ભિન્ન મત રજૂ થયા છે. ફર્ગ્યુસન જેવાના મત અનુસાર માળવાના રાજા હર્ષ વિક્રમાદિત્યે ઈ. સ. ૫૪૪ માં કૂણાને હરાવી વિક્રમ સંવત શરૂ કર્યાં અને આ સંવતને પ્રાચીનતા આપવા ઈ. સ. પૂર્વે ૫૭-૫૬ માં શરૂ થયેલ સંવત સાથે સાંકળી દીધા. કનિંગહમ જેવાએ કુષાણુ સમ્રાટ કનિષ્કને આ સંવતને પ્રવર્તક માન્યા.૮૨ ફિલહાને એક વિચિત્ર મત રજૂ કર્યાં : એમણે કાઈ રાજાને આ સ ંવતના પ્રવર્તક ન માન્યા, પરંતુ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy