SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા નાસિક ગુફાના લેખમાં આવતા વર્ષ ૯ ને આ સંવતનું માનીને તથા પુરાણમાં જણાવેલા ૧૦ આભીર રાજાઓને વંશ એ ઈશ્વરસેનથી શરૂ થયે હેવાનું માની લઈને આ સંવત આભીર રાજ્યમાં ઈશ્વરસેનના સત્તારોહણથી પ્રચલિત થયો હોવાનું સૂચવ્યું છે.9૪ ઈશ્વરસેનના લેખનું વર્ષ રપષ્ટતઃ એના રાજ્યકાલનું વર્ષ છે ને એને કઈ અનુગામી રાજાઓના અભિલેખ મળ્યા નથી, નહિ તે એના વંશજોએ ઈશ્વરસેનના રાજ્યકાલથી સળંગ સંવત પ્રચલિત કર્યાની પ્રતીતિ થાત. છતાં આંધ્રભુત્ય આભીરેના સંભવિત સમયાંકન પરથી તેમજ એમના શાસન-પ્રદેશ પરથી મહારાષ્ટ્ર, કોંકણ અને દક્ષિણ ગુજરાતમાં વપરાયેલે આ સંવત આભાર રાજા ઈશ્વરસેનના સમયથી શરૂ થયું હોય એ ઘણે અંશે સંભવિત ગણાય. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર મિરાશી સૂચવે છે તેમ9૫ આભીર રાજાઓએ ૧૬૭ વર્ષ રાજ્ય કર્યું હોય તો એમને શાસનકાલ ઈ. સ. ૨૦૭ થી ૪૬૪ ને ગણાય. એ પછી એ પ્રદેશમાં સૈફૂટની સત્તા સ્થપાઈ એ સમયાન્વય પણ બંધ બેસે છે. છતાં આ સંવત આભીરોએ શરૂ કર્યો હેવાને તર્ક પર્યાપ્ત પ્રમાણથી પ્રતિપાદિત ન થાય ત્યાંસુધી એને હજુ કલચુરિ સંવત તરીકે ઓળખે સલામત ગણાય. કલચુરિ સંવત અહીં સૈકૂટકોથી માંડીને ચાલુકાના સમય સુધીમાં લગભગ ૩૦૦ વર્ષ સુધી (આશરે ક. સં. ૨૦૦ થી ૫૦૦) પ્રચલિત રહ્યો હોવાનું માલુમ પડે છે. એ પહેલાં મહારાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાત પર પણ આભારેની સત્તા પ્રવતી હોય તો એ સંવત અહીં એના છેક આરંભકાલથી પણ પ્રચલિત રહ્યો હોય, અર્થાત આંધ્રભૂત્ય આભીએ પ્રવર્તાવેલે આ પ્રાચીન સંવત દક્ષિણ ગુજરાતમાં ૧ લા થી ૫ મા શતક સુધી પ્રચલિત રહ્યો હોય એ સંભવિત છે. નૈકૂટક રાજ્યના અંત પછી પણ આ પ્રદેશના જુદા જુદા રાજવંશએ, ખાસ કરીને પ્રાચીન કલયુરિઓ, લાટના પ્રાચીન ગુજ રે, સુંદ્રક અને લાટના પ્રાચીન ચાલુકાના રાજવંશએ, એ રૂઢ સંવતને ઉપગ ચાલુ રાખ્યો. આ રાજવંશના લેખમાં ૨૯૨ થી વર્ષ ૪૯૦ સુધીનાં વર્ષોને ઉલ્લેખ આવે છે. દક્ષિણના ચાલુકાની સત્તા મહારાષ્ટ્ર, કેકણ અને દક્ષિણ ગુજરાત પર પ્રસરતાં ધીમે ધીમે ચુરિ સંવતની જગ્યાએ શક સંવત પ્રચલિત થવા લાગ્યો. ચાલુ પછી આ પ્રદેશમાં સત્તારૂઢ થયેલા રાષ્ટ્રોનાં સર્વ દાનશાસનમાં શક સંવત જ પ્રયોજાય છે. દક્ષિણ ગુજરાતમાં કલચુરિ સંવતની છેલામાં છેલી ઉપલબ્ધ મિતિ વર્ષ ૪૯૦(ઈ. સ. ૭૪૦)ની મળે છે, જ્યારે શાક
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy