SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું] કાલગણના [૪૮૧ ન્યૂટન જેવા વિદ્વાનોએ આ સંવતને વિક્રમ સંવત માનેલ, ટોમસ" અને ભાઉ દાજી જેવા વિદ્વાનોએ એને શક સંવત માનેલે, પરંતુ સમકાલીન ઘટનાઓના અભ્યાસ પરથી મૈત્રકનાં દાનશાસનમાં વપરાયેલ સંવતનાં વર્ષ વલભી સંવતનાં મનાવા લાગ્યાં. સૌ પ્રથમ ફર્ગ્યુસને આ મિતિઓનાં વર્ષ વલભી સંવતનાં છે એવું સૂચન કર્યું છે અને કુલી વિગતપૂર્ણ અભ્યાસથી આ મતને પ્રતિપાદિત કર્યો.૮ યુઅન સ્વાંગે પોતાના પ્રવાસ દરમ્યાન, અર્થાત ઈ. સ. ૬૪૦ ના અરસામાં, વલભીમાં શીલાદિત્યનો ભત્રીજો ધ્રુવપટુ રાજ્ય કરતો હોવાનું અને એ કને જના રાજા શિલાદિત્યને અર્થાત હર્ષવર્ધનને જમાઈ થતો હોવાનું જણાવ્યું છે, એ આધારે ધ્રુવસેન બીજો યુઅન સ્વાંગ અને હર્ષવર્ધનને સમકાલીન હતો એ નિશ્ચિત છે. ધ્રુવસેન બીજાનાં દાનપત્રોની મિતિ સં. ૩૧૦ થી ૩૨૧ ની છે. આ મિતિઓને ઈ. સ ૩૧૯ ના અરસામાં શરૂ થયેલા ગણાતા વલભી સંવતની માનવામાં આવે તો ઉપરને સંબંધ બરાબર બંધ બેસે છે. વળી નાંદીપુરીના દ૬ ૨ જા(ઈ. સ. ૬૨૯–૪૧)ના સંબંધમાં હર્ષના સમયના વલભીપતિને ઉલ્લેખ આવે છે એને પણ આનાથી સમર્થન મળે છે. લિપિશાસ્ત્રની દૃષ્ટિએ પણ વલભીનાં દાનશાસન ઈ. સ. ૫૦૦ થી ૮૦૦ ના અરસામાં મનાય છે. આમ મૈત્રકનાં દાનશાસનમાં પ્રજાયેલા આ સંવતને “વલભી સંવત” માનવો ઈટ છે. મૈત્રકનાં દાનશાસનેમાં સં. ૧૮૩ થી ૪૪૭ સુધીની મિતિઓ મળે છે. ૪૯ તેઓમાં સંવતનું કઈ નામ જણાવ્યું નથી, પરંતુ મૈત્રક કાલ પછીના કાલના અભિલેખોમાં “વલભી સંવત” નામે સંવતનો ઉલ્લેખ આવે છે, જે વલભીના ત્રિક રાજ્યમાં પ્રચલિત થયેલ સંવત હોવો જોઈએ. અલબીરની (ઈ. સ. ૧૦૩૦) પણ ભારતના સંતોમાં વલભી સંવતની નેંધ કરે છે.૫૦ ગુપ્ત સંવતની જેમ વલભી સંવત આરંભ પણ શક સંવત પછી ૨૪૧ વર્ષે થયો હોવાનું અલુબીરૂની જણાવે છે. અર્જુનદેવના વેરાવળવાળા શિલાલેખોમાં વલભી સંવત ૯૪૫ ની બરાબર વિ. સં. ૧૩૨૦ નું વર્ષ આપવામાં આવ્યું છે એ પરથી પણ આ મતને સમર્થન મળે છે.પર વધારે સંભવિત તે એ છે કે વલભીના મૈત્રક રાજ્યમાં આ સંવત વ્યાપક રીતે પ્રચલિત હોવાથી એમાં એનું “વલભી સંવત” એવું સ્પષ્ટ નામ પ્રયોજવાની ભાગ્યેજ જરૂર જણાતી હશે; સંવતના નામ-નિર્દેશ વિના સીધું વર્ષ જ આપવામાં આવતું.૫૩
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy