SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વ ભૂમિકા [ગ્ન, અલ-ખીરૂનીના જણાવ્યા મુજબ ગુપ્ત સંવતને આર્ભ શક સવત પછી ૨૪૧ વર્ષ થયેા ને ગુપ્તકાની મિતિએ પણ એ રીતે બંધ બેસે છે. ૩૯ ૪૮૦ ] આ અનુસાર ગુપ્ત સંવતનું પહેલું વર્ષ શક વર્ષે ૨૪૨ (૨૬ મી ફેબ્રુઆરી, ઈ. સ. ૩૨૦ થી ૧૫ મી માર્ચી, ઈ. સ. ૩૨૧ સુધી) બરાબર ગણાય છે, આથી ગુપ્ત સંવતના વર્ષોં બરાબરનુ ઈ.. સ. નું પ મેળવવા ગુપ્ત સંવતમાં ચૈત્રથી ડિસેમ્બર સુધી ૩૧૯ અને જાન્યુઆરીથી ફાગણ સુધી ૩૨૦ ઉમેરવા પડે છે.૪૦ ગુપ્ત સવતની વર્ષગણનામાં ઉત્તર ભારતમાં વતા આર્ભ ચૈત્રથી થાય છે અને એના માસ પૂર્ણિમાંત છે,૪૧ પરંતુ જૂનાગઢ શૈલલેખમાં આપેલી મિતિમાં વારને ઉલ્લેખ નહિ હોવાથી ગુજરાતમાં વગણના અને માસગણુનાની કઈ પદ્ધતિ પ્રચલિત હતી એ વિશે નિશ્ચિત અનુમાન થઈ શકતું નથી. ઉત્તર ભારતમાં આ સ ંવતનાં વર્ષ ચૈત્રાદિ હાવાથી ગુજરાતમાં પણ એ ચૈત્રાદિ ગણાતાં હશે. તેમજ મૈત્રક કાલની માસગણુનાની પૂર્ણિમાંત પદ્ધતિ એની અગાઉના આ સમય દરમ્યાન પણ પ્રચલિત હશે એમ અનુમાન કરી શકાય. ગુપ્ત શાસનના અંત પછી આ સંવત ગુજરાતમાં વલભી સંવતના સુધારેલા સ્વરૂપે પ્રચલિત રહ્યો, પરંતુ એના મૂળ સ્વરૂપે તે ત્રણસોએક વ બાદ. ફરી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયો. મૈત્રક કાલના અંતભાગમાં ત્યાં સિધથી આવી વસેલા સૈધવ રાજાઓએ એને મૂળ સ્વરૂપે પાછે. પ્રચલિત કર્યાં. આથી અનુમૈત્રક કાલનાં સૈંધવ રાજાઓનાં દાનશાસનમાં આ સંવત દેખા દે છે. આ રાજાઓનાં દાનશાસનેામાં ગુપ્ત સંવતની મિતિ વર્ષાં ૫૧૩ થી ૫૯૬ સુધીની મળે છે.૪૨ મિતિઓના નિરીક્ષણ પરથી માલૂમ પડે છે કે આ શાસનામાં વપરાયેલા ગુપ્ત સંવત ઉત્તર ભારતની જેમ ચૈત્રાદિ વષઁની પદ્ધતિવાળા હતા અને એના માસ પણ પૂર્ણિમાંત હતા. સૈંધવ રાજ્યના અંત પછી ગુજરાતમાં ગુપ્ત સંવત સદ ંતર લુપ્ત થયા. ૪. વલભી સંવત મૈત્રક કાલ દરમ્યાન મૈત્રક રાજાનાં દાનશાસનેામાં આપેલ મિતિનાં વર્ષાં કાઈ એક સળંગ સંવતનાં હવાનું માલૂમ પડે છે; પરંતુ આ દાનશાસનેમાં એ સંવતનું નામ આપવામાં આવ્યું નથી, આથી આ સ ંવત કયા હશે . એ માટે જુદા જુદા વિદ્વાનેએ અલગ અલગ મત રજૂ કરેલા. પ્રિન્સેપ૪૩ અને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy