SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને સમાગમન અલ-મસદી (ઈ. સ. ૯૪૨) ખંભાત તથા અણહિલવાડ નગરોમાં મુસલમાની મરિજદ અને જામે ભજિદે હેવાનું તથા ત્યાં મુસલમાને આબાદ હોવાનું નૈધે છે. ૧૩૫ પારસીઓનું આગમન પારસીઓ સૌ પ્રથમ દીવ બંદરે ઊતર્યા. ત્યાં ઓગણીસ વર્ષ રહી, ઈ. સ. ૯૩૬ માં ગુજરાતના સંજાણના રાણુ પાસેથી દૂધમાં સાકર ભળે તેમ અહીંની વરતીમાં ભળી જવાની શરતે રાજ્યાશ્રય મળે એટલે તેઓ સંજાણમાં આવી રહ્યા, એ ઉલ્લેખ છે.૧૩૬ પાસીઓ શાંત આશ્રય માટે અહીં આવ્યા, તથા ઉપદ્રવ કર્યા વગર અહીં વસવાટ કરવા લાગ્યા જણાય છે. એમણે પિતાને ધર્મ સાચવ્યો ને હિંદુઓના રીતરિવાજે પણ અપનાવ્યા અને સંઘર્ષમાં ઉતર્યા વગર અહીંની વસ્તી સાથે અનુકૂળતા સાધીને રહ્યા છે. સેલંકી કાલ (ઈ. સ. ૯૪૨-૧૩૦૪) સેલંકી રાજાઓના દીર્ઘશાસન દરમ્યાન ગુજરાતે રાજકીય ને સાંસ્કૃતિક જાહેરજલાલીને અનુભવ કર્યો. વળી આ પ્રદેશને “ગુર્જરદેશ” અથવા “ગુજરાત” એવું નામ પણ આ સમય દરમ્યાન જ મળ્યું.૩૭ સોલંકી કાળ દરમ્યાન ચૌલુક્ય (સોલંકી), પરમાર, ચાહમાન, ચૂડાસમા, વાળા, ઝાલા, જેઠવા, મેર, રાઠોડ, હેરેલ, ગોહિલ, આભીર, કાઠી તથા ભીલની રાજસત્તાઓ જોવા મળે છે. એમાંથી કેટલાકને પરિચય પહેલવહેલ આ કાલમાં થાય છે. ચૂડાસમા બેએ ગેઝેટિયર પ્રમાણે સાતમ-આઠમી સદી દરમ્યાન ભારતમાં આવેલી તૃક સમા ટોળીનો એક ફાંટ સિંધમાં આવે છે ને સિંધમાં ઠઠ્ઠામાં રાજ્ય કરે છે; દસમી સદીની શરૂઆતમાં કચ્છમાં પ્રવેશે છે ને ત્યાંથી સૌરાષ્ટ્ર થઈ ૧૫મી સદી સુધી વંથળી-જૂનાગઢના પ્રદેશમાં રાજસત્તા ધરાવે છે. તેઓ પિતાને શ્રીકૃષ્ણના વંશના યાદવો ગણે છે ને ગુજરાતના યાદવોની જેમ અન્ય રાજપૂતેથી પિતાને ચડિયાતા માને છે. ૩૮ આ સમા વંશના મૂળ પુરુષનું નામ ચંદ્રચૂડ હતું તેથી આ વંશ “ચુડાસમા” કહેવા લાગે છે. ૩૯
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy