SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ | [ પ્ર. ૪૫૮ ] ઇતિહાસની પૂર્વભૂમિકા ગેવન (વડોદરા નજીક) તથા બેરસદ (ખેડા નજીક) એ દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં બ્રાહ્મણની વસાહતનાં કેંદ્ર જણાય છે. ૧૨૮ એ ઉપરાંત કર્ણાટકમાંના બાદામી, તિગાવી અને બેંગીથી આવેલા બ્રાહ્મણોને ને બંગાળામાંના પુંડ્રવર્ધનથી આવેલા બ્રાહ્મણને પણ ઉલ્લેખ મળે છે. ૨૯ બ્રાહ્મણનાં ઉલિખિત ગાત્રામાં સૌથી વધુ ભારદ્વાજ (૧૦) ગાત્ર ને અન્ય ગેત્રોમાં વત્સ (૬), ગૌતમ (૪), કાત્યાયન (૩), કૌશ (૩), લાવાણ (), વાપર્ણય (૩), કૌશિક (૧), કુઠિન (૧), લાક્ષાયણ (૧), લક્ષ્મણ (૧), માઠર (૪), પારાશર (૧), શાડિલ્ય (૧), સૌન્દાન (૧), વમુખ (૧), વાત્યાયન (૧), યૌગન (1) ઇત્યાદિ ગોત્ર છે એમાં ભારદ્વાજ ગેત્રના અર્ધા બ્રાહ્મણ યજુર્વેદની કાવું શાખાના ને અર્ધા સામવેદની કૌથુમી શાખાના જોવા મળે છે. રાજસત્તા દક્ષિણથી આવેલા રાષ્ટ્રટિ વંશની છે, છતાં ત્યાંથી આવેલા બ્રાહ્મણોનું પ્રમાણુ શેઠું છે. આ ઉપરથી દક્ષિણના બ્રાહ્મણો તરફ પક્ષપાત જણાતો નથી અને આ રાજાઓએ બધા બ્રાહ્મણને સમાનતાએ પ્રોત્સાહન આપેલું જણાય છે. ૧૩૦ મુસલમાનના આગમનને આરંભ આ સમય દરમ્યાન ઈ. સ. ૭૧૧ માં મુસલમાની સિંધ પર પ્રથમ ચડાઈ થઈને એમણે સિંધ કબજે કર્યું. વળી સૌરાષ્ટ્ર સાથે સુલેહ કર્યાને ઉલ્લેખ મળે છે, એ પરથી શરૂમાં તેઓ વિગ્રહમાં ઊતર્યા હશે ને પાછળથી તેઓએ સુલેહ કરી હશે એમ માની શકાય.૧૩ અરબ તવારીખમાં ને મૈત્રકકાલીન દાનશાસનમાં સુરાષ્ટ્ર અને એની આસપાસના પ્રદેશ પર અરબ હુમલા થયાના ઉલ્લેખ જોવા મળે છે. શરૂમાં નવસારિકા, નાંદીપુરી ને વલભીના રાજાઓએ તેઓને શિકસ્ત આપી, પરંતુ આ રાજ્યોને નાશ લાવવામાં અરબ આક્રમણોને મોટે ફાળો ગણવામાં આવે છે. રાષ્ટ્ર રાજાઓ અને પિતાના રાજ્યમાં ઊ ચા હેદા આપતા ને અરબે રાષ્ટ્રકૂટ સાથે ગાઢ સંબંધ ધરાવતા, જ્યારે ગુર્જર-પ્રતીહાર રાજાઓ સિંધના અને સત્તા ફેલાવવા દેતા નહિ ૧૩૩ ઈ. સ. ૭૬૧ ના અરસામાં ભરૂચની ઉત્તરે આવેલા ગંધાર બંદરમાં સૌ પ્રથમ મરિજદ બંધાઈ એવો ઉલ્લેખ મળે છે. ૧૩૪ ગુજરાતના કાંઠા પર અરબ અને હિંદી મુસલમાને મોટી સંખ્યામાં વસતા હોવાનું અરબ તવારીખકાર શહરિયા (ઈ. સ. ૯૦૦-૯૪૦) જણાવે છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy