SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખે [ ૪૦૩ ૧૨ મી સદીના પૂર્વાર્ધમાં.૩૮ “દધિપદ્ર’ અને ‘દધિપદ્ધપત્તન (જાહેદ') ૧૨ મી સદીમાં.૩૮ ૧૨ મી સદીની ૩ જી પચીસીમાં ગંભૂતા'(ગાંભુ)ને “રાધાશતપથ (૪૪૦૦ ગામોનો પથક? ૧૪૪ નો) કહેવામાં આવેલ છે.૭૪૦ “દર્ભવતી” અને દર્શાવતી બેઉ રીતે જોવા મળે છે ((ડભોઈ), છેક ૧૩ મી સદીના અંત સુધી; વિશિષ્ટતા એ છે કે ત્યાં વિસલદેવની પૂર્વે ઈ. સ. ૧૧૫૫ માં “શ્રીવૈદ્યનાથ મહાદેવના મંદિરનું અસ્તિત્વ જોવા મળે છે;૭૪૧ અર્થાત વિસલદેવે તે પછી સમુદ્ધાર કરેલે, જે ડભોઈની વૈદ્યનાથપ્રશસ્તિને વિષય બન્યો. ૧૩ મી સદીના પૂર્વાર્ધમાં બોમંડલ” (“ગોંડળ) નોંધાયું છે.૭૪૨ કેટલાક તાડપત્રીય ગ્રંથની નકલ દેવપત્તન (પ્રભાસપાટણ)માં પણ થયેલી છે, જ્યાં (પાશુપતસંપ્રદાયના) ગંડેને સંબંધ પણ નિર્દિષ્ટ થયો હોય છે.૭૪૩ ઈ. સ. ૧૨૫૦ ની એક પ્રતમાં દીપ’(દીવ)ના નિવાસી શ્રાવકને ઉલ્લેખ થયેલો છે, તો “નાગસારિકા' (નવસારી) ૧૩ મી સદીના આરંભકાલે સચવાઈ છે.૭૪૪ ધવલકકક' (ધોળકા) ૧૩ મી સદીના અંતભાગ સુધી, તો “પ્ર લાદનપુર પણ.૭૪૫ પ્રાકૃતમાં “ભરુઅચ્છ, પરંતુ સંસ્કૃતમાં “ભૃગુકર૭ ૧૩ મી સદીના મધ્યભાગ સુધી જોવા મળે છે.9૪ મંડલી” (માંડલ) અને “મધુમતી' (હવા) અનુક્રમે ૧૨ મી અને ૧૩ મી સદીમાં મળે છે.૭૪૭ ૧૩ મી સદીના અંતભાગમાં ભિન્ન ભિન્ન બે સ્થળે “વટપદ્રાગ્રામ' (વડોદરા)ને નિર્દેશ છે. “વટપદ્રક' સામાન્ય તરીકે ૧૨ મી અને ૧૩ મીની ૧ લી પચીસીને, પરંતુ “વટપદ્રકપુર તરીકે ઈ. સ. ૧૧૯૫ ને છે; એટલે કે “વટપદ્રક પુર તરીકે ખીલવા લાગ્યું હશે, અને હજી એવું મોટું ન થયું હોય તેથી “ગ્રામ” પણ કહ્યું હોય.૭૪૮ વીજાપુર–વીજાપુર પત્તન અને એક વાર “વિદ્યપુર” તરીકે પણ જોવા મળે છે, ત્યાંની પૌષધશાળામાં રહીને નકલ કરવામાં આવી કહી છે.૭૪૮ એક પ્રતમાં “સિદ્ધપુર' (ઈ. સ. ૧૧૪૪) જોવા મળ્યું છે, તો ૧૩ મી સદીમાં “સ્તંભનક (થામણા) પણ,૭પ૦ જ્યાં અત્યારે હવે એક પણ દેરાસર નથી. તંભતીર્થના નિર્દેશ ૧૩ મી સદીના અંત સુધી જોવા મળ્યા છે, જ્યાં કવચિત એને “નગર', તો એક સ્થળે “વેલાકુલ' (બંદર) પણ કહ્યું છે.૭૫૧ દાનશાસનમાં અને શિલાલેખોમાં સંખ્યાબંધ “રામ” નિર્દિષ્ટ થયાં છે; તે તે વિષય” “આહાર” “પથક ભુક્તિ' વગેરેમાં બતાવેલાં હોઈ કેટલાંક સ્થળનિશ્ચય સરળતાથી થાય છે, કેટલાંક નાશ પામી જવાથી ઓળખી શકાતાં નથી. ઓળખી શકાય તેવાં ગામોના વિષયમાં આજે એવું પણ બન્યું છે કે નિકટ નિકટમાં હોય છતાં જિલ્લા અને તાલુકા પણ બદલાઈ ગયા હોય. સાહચર્યથી સ્થળનિર્દેશ સરળ બની રહે છે. જે ગામોનાં નામ સમૂળાં બદલી જ ગયાં હોય
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy