SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨] ઈતિહાસની પૂર્વભૂમિકા લગતી ઐતિહાસિક અને કવચિત ધાયેલી આનુતિક માહિતી સંક્ષેપમાં બતાવવાને અહીં આ પ્રયત્ન થયો છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રકીર્ણ ઉલ્લેખ નીચે પ્રમાણે મળે છે: ઈ. સ. ૪થી–૫ મી સદીના કહી શકાય તેવા જૈનસત્રગ્રંથ જ્ઞાતાધર્મથામાં સુરકાનનવ શબ્દમાં૭૩૦આદુ (સં. સુરાણા) સ્ત્રીલિંગે નોંધાયો છે, તે આ. હેમચંદ્રને ઈ. સ. ની ૧રમી સદીના દ્વયાશ્રયકાવ્યમાં ગૂર્જરત્રા અને સંખ્યાબંધ સ્થળે કુરાષ્ટ્ર શબ્દ સ્ત્રીલિંગે પ્રયોજાયા જોવા મળે છે.98૧ ઈ. સ. ૧૩મી સદીના વિનયચંદ્રસૂરિના “કાવ્યશિક્ષા' નામક ગ્રંથમાં સમૂહવાચક શબ્દો વિશે કહેતાં ગુજરાતનાં કેટલાક સ્થળનામ નેધવામાં આવ્યાં છે; જેવાં કે હરુયાણી (અનભિજ્ઞાત), પત્તન (અણહિલપુર પાટણ), માતર (ખેડા જિલ્લાના માતર તાલુકાનું વડું મથક), બહૂ (અનભિજ્ઞાત), ભાલિજ્ય (ભાલેજ– ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં), હર્ષપુર (હરસોલ), નાર (ખેડા જિલ્લાના પેટલાદ તાલુકામાં), જબૂસર, પડવાણ (અનભિજ્ઞાત), દર્શાવતી (ડભોઈ), પેટલાપ (પેટલાદ), ખદિરાલુકા (મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું વડું મથક ખેરાળુ'), ભોગપુર (સંભવતઃ ભગવતી' અર્થાત “ખંભાત), પલક્કક (ધોળકા) અને મોહડવાસ (મેડાચા') એ નગરસ્થાન અને મહીટ (‘મહીકાંઠો), સુરાષ્ટ્રા (સ્ત્રી., સૌરાષ્ટ્ર), લાટ, ગૂજર્જર ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત) આ દેશનામ પણ આપવામાં આવ્યાં છે.૭૩૨ આ બાબતમાં હસ્તલિખિત ગ્રંથની પુપિકાઓમાં અને પ્રશસ્તિઓમાં પણ માહિતી મળે છે. હસ્તલિખિત ગ્રંથના ભંડારમાં મુકિત દશામાં પડેલા શેની પ્રશરિતઓને જે એક સંગ્રહ મુદ્રિત થયો છે તેમાંથી આશરે ઈ. સ. ૧૩૦૦ સુધીના સમયની હસ્તપ્રતોમાંથી કેટલાંક વધુ સ્થાન પકડી શકાય છે. ઉ.ત. “મહી અને “દમન” (“દમણ) નદીઓ વચ્ચેને “લાદેશ” ઈ. સ. ની ૧૨ મી સદીના અંતમાં, તે એ સમયે “લાદેશ–મંડલ” પણ.૭૩૩ દંડા[હિ૫થક' ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં મળે છે.છ૭૪ ઉપર યથાસ્થાન સચિત થઈ ગયેલાં નગરોમાં અણહિલપાટક’–‘અણહિલ્લપાટક-અણહિલવાડ-અનહિલપાટક-અનહિલપાટક"અણહિલ્લનયર”- “અણહિલપાટણપત્તન’–‘અણહિલપુર એમ ભિન્ન ભિન્ન રીતે જુદી જુદી પ્રતોમાં નકલ થયાના થાન તરીકે, વળી પત્તન–શ્રીપત્તન'–શ્રીભત્પત્તન” તરીકે પણ98૫ ‘આશાપલી ૧૩ મી સદીના અંત સુધી,૭૩ તે “કર્ણાવતી” ૧૨ મી સદીની પહેલી પચીસીમાં ૭ ૩ ૭ “ખેટકાધાર (=“ખેટકાહાર) અને “ખેટક નગર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy