SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા ૩૮૯ ] રાજા ધ્રુવ ૨જાના ઈ. સ. આવે છે.૬૨૧ ‘વદરસિદ્ધ' એ એરસદ છે. [31. ૮૩૫ ના દાનશાસનમાં ‘વરસિદ્ધિ'ના ઉલ્લેખ ખેડા જિલ્લાના ખારસદ તાલુકાનું વડું મથક નગરક : મૈત્રકવંશના ધ્રુવસેન ૧ લાના ઈ. સ. પર૯ ના દાનશાસનમાં ‘નગરક'ના પહેલા નિર્દેશ જોવા મળે છે,૬૨૨ જ્યારે ધરસેન ૪ થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં૧૨૩ તથા શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૫ના દાનશાસનમાં ખેટક-આહારમાં નગરકથક'ની વાત છે.૬૨૪ ખેટક-આહારને સંબધે. આ ‘નગરક’ એ ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં ખંભાતથી પાંચેક કિ. મી.(ત્રણેક માઈલ)ને અંતરે આવેલું, નાનું ગામ ધરાવતું, માટા ભાગનું સદંતર ઉજ્જડૅ, ‘નગરા’ હાવા વિશે શંકા નથી. પ્રબંધસાહિત્યમાં પ્રબંધચિંતામણિ વગેરે સિદ્ધરાજ જયસિંહના સંદર્ભમાં એક ‘નગરમહાસ્થાન'ની વાત કરે છે,૬૨૫ પરંતુ એ માલવથી ‘મહાસ્થાન’ આવતાં સૂચવાયું હોઈ સંભાવના ‘વડનગર’ની છે. નગરાના ખોદકામમાં એની વસાહત ઈ. પૂ. ૧ લી સહસ્રાબ્દીના મધ્ય જેટલી જૂની હાવાનુ પ્રાપ્ત થયું છે.૧૨૬ મધ્યકાલમાં એ માટું નગર હતું. ત્યાં યુદ્ધની એક જૂની ધસાઈ ગયેલી મૂતિ મળી છે; ત્યાંની બ્રહ્માની મૂર્તિ અને જયાદિત્ય સૂર્યની મૂર્તિ એની મધ્યકાલીન જાહેોજલાલીના ખ્યાલ આપે છે. સ્ત’ભતી -સ્ત`ભપુર-સ્તંભેશ્વરતીર્થ -મહીનગર-તારકપુર-તામ્રલિપ્તિ આવાં ભિન્ન ભિન્ન નામેાથી કહેવામાં આવેલુ નગર એ ખંભાત છે. સ્કંદપુરાણના માહેશ્વરખંડના કૌમારિકાખંડમાં આમાંનાં પ્રથમનાં ત્રણ નામ આપેલાં છે; આ તી તરીકે મહીસાગરસંગમ ક્ષેત્રમાં આવેલુ' કહ્યું છે; પૌરાણિક દૃષ્ટિએ કૌમારિકા નામના ખંડ–દેશને આ એક ભાગ ગણાતા હતેા; આ તી'માં આવેલું નગર ‘ખંભાત-ખંભાયત, સ્તંભતીર્થ', ત્રંબાવતી—તામ્રલિપ્તિ, મહીનગર, ભાગવતી, પાપવતી કર્ણાવતી', આવાં સાત નામેાથી જાણીતું કહ્યું છે.૧૨૭ કદપુરાણમાં તારકપુર’ નિર્દિષ્ટ થયેલું છે. ઉમાશંકર જોશીએ ‘મહીનગર’ અને ‘તારકપુર’તે એક માન્યાં છે.૧૨-અ ખંભાતની ઉત્તરે અઢારેક કિ. મી. (ખારેક માઈલ) ઉપર આવેલું ‘તારાપુર' આ ‘તારકપુર' હાવાની વધારે સંભાવના છે. તારાપુરની ઉત્તરે આવેલુ ‘નાર' (‘નગર’) એ ‘મહીનગર’હાઈ શકે. અભિલેખામાં તેા ઉત્તરસાલ કીકાલમાં એક નગર તરીકે 'સ્તંભતીના નિર્દેશ થયેલા છે. ઈ. સ. ૧૨૫૦-૫૧ માં વીરધવલે ખંભાતને કબજે કરી ત્યાં
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy