SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬] ઇતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. પંચમહાલ અને ખેડા જિલ્લાના પૂર્વ પ્રદેશ સુધીને એનાથી ત્યાં નિર્દેશ હેય; એનું મુખ્ય ગામ કે નગર “કપટવાણિજ્ય હેય. બીજાં તો ભ્રષ્ટ પાઠાંતર માત્ર છે. “કર્પટવાણિજ્યને ચોર્યાશી ગામના પરગણા તરીકે રાષ્ટ્રકૂટવંશના રાજા કૃષ્ણ ૨ જાના ઈ. સ. ૯૦-૧૧ ના દાનશાસનમાં ઉલેખ થયેલ છે. ૦૪ જ્યાં સૂચવાયેલાં ગામના સાહચર્યને કારણે આજના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું એ વડું મથક સમજાય છે. આજના ૫ડવંજની નજીક જૂના ટીંબા એની પ્રાચીન વસાહતને ખ્યાલ આપે છે. ઉ૫લહેટ : એક પથક તરીકે ઉપલહેટનો ઉલ્લેખ મૈત્રક શીલાદિત્ય ૭ માને ઈ. સ. ૭૬૬ ના દાનશાસનમાં થયો મળે છે. ૬૦૫ એને “ખેટકાહારમાં કહેવામાં આવ્યો છે. આ પથકના વડા મથક તરીકે “ઉપલપેટ” એ આજનું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું “ઉપલેટ” છે અને ડાકેર પછીના સ્ટેશન ઠાસરાથી દક્ષિણ પૂર્વે આશરે છ કિ. મી. (ચાર માઈલ) ઉપર આવેલું છે. માહિસક : વાઘેલા વીસલદેવના સમયના ઈ. સ. ૧૨૫૨ ના અભિલેખમાં માહિસકમાં ઉત્તરેશ્વરદેવના મંડપની જાળી કરાવ્યાનો ઉલ્લેખ થયો છે. ૧૦૧ આ લેખ અમદાવાદમાંની ભદ્રની અહમદશાહની ભરિજદના તંભ ઉપર હેઈ કઈ મંદિરના લાવેલા રતભમાં આ સ્તંભ છે. આ માહિસક” એ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું “મહીસા” જ છે, કારણ કે મહીસામાંથી પ્રાપ્ત થયેલા નંદી ઉપરના ઈ. સ. ૧૨૬૯ ના અભિલેખમાં એક સ્થળે “ઉત્તરનાથ” અને બીજે સ્થળે “ઉત્તરેશ્વરને ઉલ્લેખ થયો છે. ૦૭ જે ઉપરના સ્તંભલેખના “ઉત્તરેશ્વરથી સ્પષ્ટ રીતે એકાત્મક છે. નયપિટક : આવશ્યકસત્રની ચૂર્ણિમાં “નટપિટક” નામના ગામને નિર્દેશ થયેલે છે; ૮ ભરુકચ્છથી ઉજજયિની જવાના માર્ગમાં આ આવેલું હતું. ભરુકચ્છથી એક આચાર્યે પોતાના વિજય નામના શિષ્યને ઉજજયિની મોકલ્યો હતો, પણ માંદા સાધુની સારવારમાં વચ્ચે રોકાવાનું થતાં એ નરપિટકમાં ચાતુર્માસ રહ્યા હતા. ભરૂચથી ઉજજન જવાના માર્ગમાં “નડિયાદ પણ આવી શકે. મૈત્રકવંશના ધ્રુવસેન ૧ લાના ઈ. સ. ૧૨૯ ના દાનશાસનમાં હસ્તવમાહરણીમાંનું “નદ્રકપુત્ર'૬૦૯ ગામ તે આ નથી જ. “નડિયાદના મૂળમાં સં. નટ છે; એ જૂનું છે અને નડિયાદમાંથી પ્રાપ્ત થયેલા ઈ. સ. ૧૫૧૬ ને અભિલેખમાં એ સંજ્ઞા “ન પત્ર' તરીકે નોંધાયેલી છે. ૧૦ નડિયાદ આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું મુખ્ય મથક છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy