SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભોગોલિક ઉલેએ વડું મથક છે અને નડિયાદ-કપડવંજ-ધનસુરા-શામળાજીના ધોરીમાર્ગ ઉપર ધનસુરા અને શામળાજી વચ્ચે આવેલું સમૃદ્ધ નગર છે. અદાલજ-અટ્ટાલયાજ-અડાલય-અડાલયિજ-અડાલજ -અડાલજ : આવી ભિન્ન ભિન્ન જેડણીથી એક જ ગામ સ્કંદપુરાણમાં જોવા મળે છે.૫૧૧ સ્કંદપુરાણમાં મહીસાગર નજીકમાં એક “અટ્ટાલજ' કહ્યું છે તે જુદું છે.૫૧૨ અડાલય” એવું પ્રદેશનામ પણ મળે છે:૧૩ તે અ.જના ગાંધીનગર જિલ્લામાં અમદાવાદથી ઉત્તરે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપર આવેલા અડાલજ ગામની આસપાસને પ્રદેશ છે. ધર્મારણ્ય-માહાઓમાં જણાવ્યા પ્રમાણે ત્યાંના શદ્રોને રાજા કુમારપાલે કહ્યું કે રામેશ્વર જતા મોઢ બ્રહ્મણોને વારો. એ શકોમાંના જે જૈન થયેલા હતા તેઓ પેલા બ્રાહ્મણોને વારવા ગયેલા,૫૧૪ ત્રણ હજાર કૌવિદ્ય બ્રાહ્મણો હતા તેઓને વારવામાં સફળતા મળી હતી; વગેરે. આ નગર ધર્મારણ્યના એક તીર્થ તરીકે પણ સૂચવાયું છે;૫૧૫ રામે વસાવેલાં અને મોઢ બ્રાહ્મણોને આપેલાં ગામમાં આ ગામ નથી. સેરીસય-સેરસક ગાંધીનગર જિલ્લામાં અડાલજની વાયવ્ય ૧૩ કિ. મી. (આઠ માઈલ) ઉપર સેરિસા” જૂનું જૈન તીર્થસ્થાન છે. વિવિધતીર્થકલ્પમાં સેરીસ-સેરીસય-સેરીસયપુર” તરીકે અપાયેલા એ નાના નગરમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની શાખામાં થયેલા દેવેંદ્રસૂરિએ ચાર તીર્થંકરબિંબની સ્થાપના કરી હતી અને ત્યાં આરાધના કરી હતી. ત્યાં મહાપ્રભાવી પાર્શ્વનાથનું દેરાસર) છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં એ જ દેવેંદ્રસૂરિના સંદર્ભમાં સેરીસક તીર્થને ઉલેખ થયેલો છે.પ૧૭ બીજે સ્થળે એ કુષ્ઠી વિદ્વાન આચાર્યની સેરીસકરની યાત્રા વિશે અનુકૃતિ નોંધવામાં આવી છે.૫૧૮ મંડલી: ઉત્તર ગુજરાતનું અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું વિરમગામથી રાધનપુરના રાજમાર્ગ ઉપરનું માંડલ”. એ પ્રથમ વાર સોલંકી રાજા મૂલરાજના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં જોવા મળે છે કે જ્યાંને શ્રોમલનાથદેવ મહાદેવને માટે ગ્રામદાન કરવાનું કહ્યું છે.૫૧૯ મૂલરાજે મંડલીમાં “મૂલેશ્વરને પ્રાસાદ કર્યો હોવાનું પ્રબંધચિંતામણિમાં પણ સૂચવાયું છે. ૨૦ ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૩૧ ના તેમજ ઈ. સ. ૧૨૪૦ ના દાનશાસનમાં મંડલીના શ્રીમૂલેશ્વરદેવના મઠના મઠપતિ વેદગર્ભ રાશિને દાન આપવામાં આવ્યાં નોંધાયા છે. પર: આ પ્રદેશ “વહિંપથકનો કહ્યો છે. ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ના તેમજ વીસલદેવના
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy