SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] ઇતિહાસની પૂર્વભૂમિકા tu મુખ્ય મથક તરીકે જાણીતું આ કડી અત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું મુખ્ય મથક છે અને મહેસાણાથી દક્ષિણ-પશ્ચિમે પર કિ.મી. (૩૩ માઈલ) ઉપર આવેલું છે. મહિસાણા: આનો ઉલેખ સોલંકી ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૦૦ ના દાનશાસનમાં થયેલું છે, જેમાં મહિસાણા ગામના આનલેશ્વરદેવના દેવાલયને ઉલ્લેખ થયેલ છે. ૫૦૩ આ “મહિસાણા” તે આજના મહેસાણા જિલ્લાનું વડું મથક મહેસાણું છે. “ડાહીપથકના લેકેને ઉદેશી આજ્ઞા કરેલી હોઈ એ સમયે એ “ડાહીપથકમાં હતું.૫૦૪ ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ ના દાનશાસનમાં ડાહીવિષયને નિર્દેશ છે, અને ઉત્તરે છેક ઊંઝા સુધી એની સીમા હેવાનું એ દાનશાસનથી સમજાય છે.પ૦૫ પ્રબંધચિંતામણિમાં દુકાળ પ્રસંગે બતાવેલ દંડાહીદેશ' તે આ જ છે. હર્ષ પુર: રાષ્ટ્રકૂટવંશના કૃષ્ણ ૨ જાના સમયના ઈસ. ૯૧૦-૧૧ ના દાનશાસનમાં એને મહાસામંત પ્રચંડ જે દાન આપે છે તેમાં શ્રીહર્ષપુર્વાદમરાત” (હર્ષપુર-૭૫૦) એવો એક પેટાવિભાગ કહ્યો છે.પ૦ પરમાર સીયકનાં દાનપત્ર હરસેલ”માંથી મળી આવ્યાં છે. ૦૭ આ નામ સં. દૃર્ષપદ્ર (પ્રા. રિસ૩૪) ઉપરથી આવ્યું છે. એ હર્ષ પુર' પણ કહેવાતું અત્યારે એ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકામાં અમદાવાદ–ધનસુરાના માર્ગમાં આવેલું છે. મોહડવાસક: પરમાર સીયક ૨ જા (ધારાના “મુંજ'ના પિતા)નાં સાબરકાંઠાહરસેલમાંથી મળેલાં ઈ.સ. ૬૪૯નાં બે દાનશાસનમાં એની સત્તા “મેહડવાસક વિષય ઉપર હવાનું પ્રાપ્ત થાય છે.૫૦૮ વિવિધતીર્થકલ્પમાં મેહડવા સકમંડલમાં ઈસરડા વગેરે છપ્પન ગામ સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી કુગેશ્વર અષભદેવને વિક્રમાદિત્યે અર્પણ કર્યાનું કહ્યું છે, ગેહદમંડલનાં “સાંબદ્રા વગેરે એકાણુ ગામ પણ આપ્યાં હતાં.૫૦૯ આ માત્ર અનુકૃત્યાત્મક વિગત કહી શકાય, પરંતુ એ સ્થળે આ પૂર્વે હમ્મીર યુવરાજ ઈ. સ. ૧૩૦૦ માં વગડદેશ (ડુંગરપુર-વાંસવાડાને વાગડ) અને “મુહુડાસય” વગેરે નગરે ભાંગી “આસાવલ્લી પહોંચે એ ઐતિહાસિક વિગત આપી છે.૫૧૦ મોટા ભાગનાં મુસ્લિમ આક્રમણ એ બાજુથી ગુજરાતમાં ઊતરી આવ્યાં હતાં; આ મેઠાસા અત્યારે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાનું
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy