SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખ (351 નગરનું પાછળથી મૌમપતિના રૂપમાં નામકરણ પ્રચલિત બન્યું હોય એવી એક સંભાવના કરી છે.૩૯૫ આમ છતાં સબળ પુરાવાને અભાવે નિર્ણયાત્મક રીતે કશું કહી શકાય એમ નથી. ફેકપ્રસવણુ : ગારુલકવંશના વરાહદાસ ૨ જાનું ઈ. સ. ૧૪૯ નું દાનશાસન અને એના પુત્ર સિંહાદિત્યનું ઈ. સ. ૫૭૪ નું દાનશાસન એ “કંકપ્રસ્ત્રવણ”માંથી ફરમાવવામાં આવ્યાં છે. ૩૯૬ બંને દાનશાસનમાં વરાહદાસ ૨ જાને દ્વારકા સાથે કઈ ખાસ પ્રકારનો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ વિષયમાં હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ કરેલી વિચારણું પ્રતીતિજનક છે૩૯૭ અને પિતાના શાસનપ્રદેશમાં દ્વારકાને સમાવેશ થતાં પોતાને “ દ્વારકાધિપતિ ” કહેવરાવવાનો લાભ વરાહદાસ ૨ જાને મળ્યું હોવાનું કહી શકાય એમ છે. તામ્રપત્રોમાં “કંકપ્રસ્ત્રવણમાંથી આ દાનશાસન ફરમાવ્યાં હોવાનું જણાવ્યું છે; એ રાજધાનીનું સ્થાન છે કે છાવણીનું એવું ત્યાં સ્પષ્ટ નથી, છતાં વસ્ત્રમીત ના પ્રકારે પ્રવાન્ન હોઈ રાજધાની હોઈ પણ શકે. આવું કોઈ સ્થાન આજે પકડાતું નથી. હરિપ્રસાદ શાસ્ત્રીએ ને બદલે ઢવા કદાચ હોઈ શકે એવી સંભાવના કરેલી,૩૯૮ પરંતુ એમણે છાપ વાંચ્યા પછી જ માન્ય રાખેલ છે. ઢાંકની પાસે “ઝીંઝુરીઝરની બૌદ્ધ ગુફાઓ જાણવામાં આવી છે. “ઝર અને પ્રસવ બેઉ એકીર્થ છે, તો એ સ્થાન “ફેંક” તરીકે રાજધાનીનું હશે ? શંભુપ્રસાદ હ. દેસાઈ તે પ્રભાસપાટણની પૂર્વે ૧૬ કિ. મી. (દસ માઈલ) ઉપરના પ્રશ્નાવડા ગામને “પ્રસ્ત્રવણમાની એનાથી નવેક કિ. મી. (છએક માઈલ) દક્ષિણે આવેલ “મૂળદ્વારકાને વરાહદાસની જીતેલી દ્વારકા કહેવા માગે છે. ૩૯૯ પરંતુ દ્વારકામાં થયેલા ઉખનને એક વાત સ્પષ્ટ કરી આપી છે કે૪૦૦ આજની દ્વારકાના સ્થાને માનવવસાહત ઈ. પૂ. ૧ લી સદી સુધી તો સ્પષ્ટ રીતે પકડી શકાય છે, એટલે પ્રશ્નાવડા અને કેડીનાર નજીકની મૂળદ્વારકા સાથે વરાહદાસની દ્વારકાને જોડી દેવાનું યુક્તિસંગત નથી. હકીકતે “ફ્રકપ્રસવણ એ પશ્ચિમ સૌરાષ્ટ્રનું જ કઈ સ્થાન હતું. પાછળથી ગારુલકાની સત્તા વિલુપ્ત થયા પછી દેહસાક વર્ષે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વલભીને સામત તરીકે સેંધવો આવ્યા અને રાજધાની ભૂતામ્બિલિકામાં કરી. “વ' શબ્દમાં રકાર ન હોઈ જૂનાગઢ જિલ્લાના સીલ ગામની પૂર્વે એકાદ કિ. મી. (પાંચેક ફર્લાગ) ઉપરના “ફરંગટા ગામની પણ કલ્પના કરવાની જરૂર રહેતી નથી; વળી “ફરંગટા ” એ તક “ફિરગટા” શબ્દને વિકાસ હેવાનું પણ જાણવામાં આવ્યું છે.૪૦૧
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy