SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [૩૫૫ બૌદ્ધસાહિત્યમાં સિંહલ-સંરકૃતિનો આરંભ “લાળ દેશના એક રાજપુત્રના આગમનથી કહેવામાં આવ્યું છે; અનુશ્રુતિ અનુસાર એ રાજપુત્ર સિંહપુરના સ્થાપક સિંહબાહુ રાજાને પુત્ર હતો.૩૪૯ સિંહપુર” અને “લાળ” ક્યાં એ વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. એમાંના એક મત અનુસાર એ સિંહપુર સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલું “સિહેર હોવું સંભવે છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું વડું મથક “સિહોર ગુજરાતના ઈતિહાસમાં ‘સિંહપુર તરીકે જૂના સમયથી જાણીતું રહ્યું છે. મિત્રક રાજા ધ્રુવસેન ૧ લાનાં ઈ. સ. ૫૨૫ તથા પર૮ નાં દાનશાસનમાં,૩૫ ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૫ ના દાનશાસનમાં અને શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૬૪ના દાનશાસનમાં ૫૨ દાન લેનાર બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકે સિંહપુરને ઉલ્લેખ થયેલ છે. ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના ઈ. સ. ૧૨૯૬ ના અભિલેખમાં, અર્જુનદેવ વાઘેલાના સમયના એક જૈન ગૃહસ્થને “સિંહપુરવંશજન્મા” કહ્યો છે એનું કુટુંબ સિંહપુરમાંથી ઊતરી આવ્યાનું કહી શકાય.૩૫૩ પ્રબંધોમાં પણ સિંહપુર જોવા મળે છે. પ્રભાવચરિતમાં સિદ્ધરાજ બ્રાહ્મણોને “સિંહપુર” દાનમાં આપી શત્રુંજય ગિરિ ઉપર ગયાનું નોંધવામાં આવ્યું છે,૩૫૪ જ્યારે પ્રબંધચિંતામણિમાં પણ સિદ્ધરાજે વાલાક દેશમાંની દુર્ગભૂમિમાં બ્રાહ્મણોને “સિંહપુર” નામને અપ્રહાર” સ્થાપ્યાનું કહ્યું છે. ૫૫ વિવિધતીર્થકલ્પમાં સે–ગણું યાત્રાફળ મળે તેવાં નગરોમાં સિંહપુરને ગણાવ્યું છે, ત્યાં ૮૪ તીર્થોમાં “સિંહપુરમાં વિમલનાથ અને નેમિનાથનાં દેરાસર કહેવામાં આવ્યાં છે. ૩૫ તલાજા: સામાન્ય રીતે બહુ જાણવામાં ન આવેલું ‘તલાજા–અત્યારે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં આવેલું તળાજા–મહેર રાજા જગમલના ઈ.સ. ૧૨૦૭ના દાનશાસનમાં જાણવામાં આવ્યું છે.૩૫૭ જગમલે “તલાજા-મહાસ્થાનમાં પિતાનાં માતાપિતાની સ્મૃતિમાં બે શિવલિંગને નામ આપ્યાનું ત્યાં કહ્યું છે. શેત્રુંજી નદીના કાંઠે આવેલા હરાસણી ગામમાં(ઈ. સ ૧૩૧૯)ના લેખમાં તાલધ્વજે કહ્યું છે તે આ તળાજા જ છે. એ “તાલધ્વજને વહીવટ રાજા મહષે ઠપક નામને મહેરને સોંપ્યો હતો. ૩૫૭માં વિવિધતીર્થકલ્પમાંના શત્રુજ્યતીર્થ કપમાં શત્રુંજયનાં એકવીસ નામમાં એક તાલધ્વજ પણ છે ૫૮ તે ઉપરનું ‘તલાજા” નથી. તળાજા એના મથાળે આવેલા પહાડની પ્રાચીન ગુફાઓને માટે જાણીતું છે. શેત્રુંજી નદી એની નજીકમાંથી જ પસાર થાય છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy