SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલેખે [૩૫૧ ગામ દાનમાં અપાયેલું છે. આ દાનશાસનનાં પતરાં “બંટિયા (તા. વંથળી, જિ. જૂનાગઢ) ગામમાંથી મળ્યાં છે એ જ “ભટ્ટકપત્ર” કે “ભટ્ટપદ્ર” હોય તે કૌડિન્યપુર” અત્યારનું “કુતિયાણા” હોય; તો વિષય' તરીકે આની સીમા દક્ષિણ સૌરાષ્ટ્રમાં એના “દક્ષિણ પટ્ટ'ને કારણે “મંગલપુર’ લગભગ પહોંચતી હેય. કૌડિન્યપુરને દક્ષિણ સૌરાષ્ટ્રના ગીરવિભાગને છેડે આવેલા કોડીનાર તરીકે પણ કહેવાનો પ્રયત્ન થયે છે,૩૦૯ પરંતુ અંટિયાના સાહચર્યો એટલે દૂર જવા જરૂર જણાતી નથી. કુતિયાણાની સ્થાનિક અનુશ્રુતિ પણ આનું અનુદન કરે છે. ૩૧૦આ “કુતિયાણા તરીકે જૂનાગઢ જિલ્લાના કુતિયાણા તાલુકાનું ભાદરના ઉત્તર તટ ઉપર આવેલું વડું મથક છે. પૌરવેલાકુલ: ઈ.સ. ૯૮૯ના ડુક પ્રદેશના શાસક રાણક બાષ્કલદેવના દાનશાસનમાં એણે દાનમાં આપેલા કરલી’ ગામની પશ્ચિમ દિશાએ “ખાડી” ઉપર “પૌર વેલાકુલ' કહ્યું છે તે આજના પોરબંદર (જિ. જૂનાગઢ)ને ઉદ્દેશી. “વેલાકુલ” એ બંદરને માટે સંસ્કૃત શબ્દ છે. વલભી: મિત્રકવંશના સ્થાપક ભટાર્કે “ગિરિનગરને રાજધાની ન બનાવતાં ખંભાતના અખાતમાં આવેલી “વલભીને રાજધાની બનાવી, તે નગરીને પાણિનિના ગણપાઠમાં બીજી નગરીઓ સાથે ઉલ્લેખ થયેલે હેઈએ નગરી ઈ.પૂ. ૫ મી-૬ ઠ્ઠી સદીમાં સારી રીતે આબાદ હશે એમ કહી શકાય. એને પ્રાપ્ત થયેલ જૂનામાં જૂને આભિલેખિક ઉલેખ તે ભટાર્કના બીજા પુત્ર દ્રોણસિંહના ઈ. સ. ૫૦૨ ના દાનશ સનનો છે,૩૧૩ એ દાનશાસન “વલભી'માં રહીને આપવામાં આવેલું કહ્યું છે. પછી તે “કંધાવાર (છાવણી)નાં સ્થાને બાદ કરતાં મૈત્રક રાજાઓનાં બધાં દાનશાસન સામાન્ય રીતે વલભીમાં રહીને અપાયાં છે. વલભીને નાશ ક્યારે થયો એ વિષયમાં ચર્ચાવિચારણું ઘણી થઈ છે; સંગત રીતે હરિપ્રસાદ શાસ્ત્રીએ વિ. સં. ૮૪૫–ઈ. સ. ૭૮૮ ને સમય તારવી આપો છે. ૧૪ અનુમૈત્રક કાલમાં રાષ્ટ્રકૂટ રાજા કર્ક રજાના ઈ. સ.૮૧૨ ના દાનશાસનમાં દાન લેનાર ભાનુભટ્ટને વલભીથી નીકળીને આવેલો કહ્યો છે, જેને “અંકેટક-ચતુરશીતિ (અકોટા ચોર્યાશી')નું “વટપદ્રક' (આજનું વડોદરા શહેર) ગામ દાનમાં આપ્યું હતું.૩૧૫ એ જ રીતે ગોવિંદ ૪ થાના ઈ. સ. ૮૧૮-૧૯નાં દેવલીમાંથી મળેલાં પતરાંના દાનશાસનમાં પણ વલભીમાંથી નીકળીને આવેલા બ્રાહ્મણને દાન આપવામાં આપ્યું કહ્યું છે, ૧૬ એટલે કહી શકાય કે નગરને સર્વથા ઉચ્છેદ નહોતો થયો; એ ભાંગી પડયું હશે અને ઉત્તરોત્તરનાનું થતું ચાલ્યું હશે. એ ખરું કે નાની બચી
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy