SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. કહ્યું છે;૩૦૧ પુરાતનબંધસંગ્રહમાં કુમારપાલની દેવપત્તનની યાત્રામાં અને પછી બીજાં પણ ત્રણ સ્થળોમાં દેવપત્તન” શબ્દ જાય છે; ૩૦૨ આ સોમનાથ પાટણને ઉદ્દેશીને જ; વલભીભંગ પ્રબંધમાં ચંદ્રપ્રભની પ્રતિમા શિવપત્તનમાં ગયાનું કહ્યું છે એ, “પ્રબંધચિંતામણિની જેમ, અહીં મળે છે. ૦૩ આમ પત્તન” દેવપત્તન” દેવપટ્ટણ” “શિવપત્તને એ ચારે સંજ્ઞા એક જ નગર માટે વપરાયેલી છે. પ્રબંધકેશમાં પણ કુમારપાલની આ. હેમચંદ્ર સાથે દેવપત્તનમના ચંદ્રપ્રભને નિમિત્તે યાત્રા, ગૌડદેશના હરિહર નામના પંડિતનું સોમેશ્વરના દર્શને “દેવપત્તનમાં ગમન, સિદ્ધરાજ જયસિંહે બાર વર્ષના યુદ્ધમાં ત્રણ દરવાજા તોડી લેઢાને આગળ ભાંગી નાખ્યો હતો તે દેવપત્તનમાં સોમનાથજીના પ્રાંગણમાં હેવાનું, અને વરતુપાલે યાત્રામાં ખંગારદુર્ગ (જૂનાગઢ) અને “દેવપત્તન” વગેરેમાં દેને કરેલા નમસ્કાર–આ વિગતો આપતાં દેવપત્તન” શબ્દને જ પ્રયોગ કર્યો છે;૩૦૪ બીજા પર્યાય જોવા મળ્યા નથી. મંગલપુરઃ દક્ષિણ-સૌરાષ્ટ્રમાં સમુદ્ર-કિનારે આવેલા “મંગલપુર' (માંગરળ–સોરઠ)ને અત્યાર સુધીમાં જાણવામાં આવેલે જૂનામાં જૂને ઉલ્લેખ તલેમીને છે.૩૦૫ “સિરાષ્ટ્ર” (“સુરાષ્ટ્ર) -સંભવિત રીતે “સોરઠ (લાસનને મતે “જૂનાગઢનું મૂળ સ્થાન)ની વાત કરી પછી એ “મોન ગ્લેસન'ની વાત કરે છે, જેના પછી “લારિકે” વિશે કહે છે. આ પછી તો છેક સેલંકીરાજ કુમારપાલના સમયના, ઈ. સ. ૧૧૪૬ ના, માંગરોળની ઢળી વાવમાં સચવાયેલા, કુમારપાલના સુરાષ્ટ્રના પ્રતિનિધિ શાસક મૂલુક ગૃહિલના અભિલેખમાં મંગલપુર” તરીકે ઉલ્લેખ થયેલ છે.૩૦ અત્યારે માંગરોળ-સેરઠ જિ. જૂનાગઢમાં માંગરોળ તાલુકાનું મુખ્ય બંદરી નગર એના પ્રાચીન અવશેષો માટે જાણીતું છે. ઘાસરક: સૌરાષ્ટ્રમાં મૈત્રકકાલમાં “ઘાસરક” નામનો એક પથક હતા. શીલાદિત્ય ૧લાના ઈ.સ. ૬૦૫ ના દાનશાસનમાં અને ૬૦૯ના દાનશાસનમાં આ પથકને ઉલ્લેખ આવે છે.૩૦૭ આ પથકનું વડું મથક “ઘાસરક” તે હાલ ઘસારી” (મોટી અને નાની) તરીકે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં કેશોદથી દક્ષિણ પશ્ચિમે આઠ કિ. મી. (પાંચ માઈલ) ઉપર આવેલું છે. કૌડિન્યપુર: મૈત્રક વંશના ધરસેન ર જાન (ઈ.સ. પ૭૩ ના) એક દાનશાસનમાં આ નગરનો ઉલ્લેખ થયે જાણવામાં આવ્યો છે.૩૦૮ એ નામના પેટાવિભાગનું એ મથક જણાય છે. એના ઉર પટ્ટમાં આવેલું ‘કપત્રક)
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy