________________
૪૪]
ઈતિહાસની પૂર્વભૂમિકા તંભતીર્થમાં સૈયદ નામના નાવિક સાથે થયેલા વિગ્રહમાં ભૃગુપુરથી મહાસાધનિક શંખને બેલાવી લાવવાના પ્રસંગે-બેઉ પ્રસંગે ભૃગુપુર” જ મળે છે.૨૫૭
ગુજરાત-સૌરાષ્ટ્રનાં નગરમાં ભરુકચ્છ-પછી મોડેથી “ભૃગુકચછ એ. ઠીક ઠીક પ્રાચીન કહી શકાય એવું છે. હૈહયેના સંબંધને કારણે પછી એમના પુરોહિતો “ભૃગુઓનો એ નગરમાં વાસ થતાં એમના વિષયમાં પુરાણમાં અનેક અનુકૃતિઓ નોંધાયેલી છે. મૂળમાં તો એ પાણીવાળા પ્રદેશ–નર્મદાના સમૃદ્ર પ્રદેશમાં વસેલું નગરસ્થાન છે. મહ શબ્દ પ્રાકૃત કેશમાં એક અનાર્ય દેશ અને એના વાસીઓ માટે નોંધાયેલ છે. ૨૫૮ તે સંસ્કૃત કેશમાં પતિ, સ્વામી, શિવ, વિષ્ણુ, સોનું, સમુદ્ર એવા અર્થ આપતો બતાવાયો છે.૨૫૯ સ્વરૂપે એ કોઈ સ્થાનિક અતિ પ્રાચીન બેલીને દેશી શબ્દ હેય એ અસંભવિત નથી. સં. માજી પ્રચલિત બન્યા પછી ને લગતું' એ અર્થમાં “માદાઈ થતાં પછી પાછલે શબ્દ દેશવાચક બન્યો.
આરંભિક પુરાણે પછીના સાહિત્યમાં તેમજ અભિલેખોમાં ગુજરાતનાં અનેક મોટાં નાનાં નગરના ઉલ્લેખ આવે છે. અહીં ઐતિહાસિક કાલના આરંભથી સોલંકીકાલના અંત સુધીનાં મોટાં નાનાં નગરોની સમીક્ષા કરીએ.
ગિરિનગરઃ આ આરંભિક એતિહાસિક કાલમાં ઊર્જયત(ગિરનાર)ની નજીક નગર તરીકે મહાક્ષત્રપ રુદ્રદામાના ઈ. સ. ૧૫૦ના જૂનાગઢ શૈલલેખમાં,૬૦ એના પુત્ર દામજદથી ૧ લા કે રુદ્રસિંહ ૧ લા(ઈ.સ. ૧૮૧–૧૯૭)ના જૂનાગઢ-બાવાયારાના મઠમાંના લેખમાં, અને માત્ર “નગર તરીકે કંદગુપ્તના સમયના ઈ.સ. ૪૫૭ના જૂનાગઢ શોલેખમાં ઉલિખિત થયેલ મળે છે.૨૬અ મહાભારત, રામાયણ અને પુરાણોમાં એ ક્યાંય ઉલ્લિખિત નથી. અપવાદ માત્ર હરિવંશને અને એ પણ એના પ્રક્ષિપ્ત અંશને છે, જ્યાં મધુ દૈત્યે ઈવાકુવંશીય પિતાના જમાઈહર્યશ્વને આનર્ત-સુરાષ્ટ્રને વિજ્ય બક્ષિસ આપ્યો ત્યારે એક ગિરિવર પાસે “ગિરિપુર એના નિવાસ માટે આયાનું કહ્યું છે. ૧૨ હર્ય જ એ આબાદ કર્યું એમ પણ કહ્યું છે. ૨૩ પ્રક્ષેપકારના મનમાં, સંભવ છે કે, પોતાના સમયમાં આબાદ હેય તેવું યા નષ્ટ થઈ ચૂકેલું નગર હશે, જેને એણે અનુકૂળતા ખાતર “ગિરિપુર’ કહ્યું. ગમે તે હે, સ્કંદગુપ્તના સમયમાં તો એ આબાદ હતું, જે આબાદી મૌર્યકાલના આરંભથી તે નિશ્ચિત જ કહી શકાય.૨૪