SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] ' પ્રાચીન ભોગોલિક ઉલેએ ૩૪૩ એને જનપદ તરીકે ઉલ્લેખ કરે છે. ૨૪૪ પુરાણમાં એ સ્થળને “ભૃગુ તીર્થ” પણ કહ્યું છે.૨૪૫ વિદેશીઓએ સૂચવેલાં નામમાં પિરિપ્લસના લેખકે બારીગાઝા (Barygaza) તરીકે અખાતનું અને નર્મદાના મુખ ઉપર આવેલા બંદરનું, તોલેમીએ પણ એ જ નામ, બાએ બરગેસા' (Bargosa), અરબ મુસાફરેએ અનુક્રમે “બરીઝ (Baraus), “બરુસ”( Barus), “બસી' (Barusi) “બરુહ (Barah), અને અબીરૂનાએ “લાર દેશમાં બિહરજ” (Bihroj) આપ્યું છે તે ભરુક સંજ્ઞાની વિકૃતિઓ માત્ર છે. ૪૧ યુઅન ગે આપેલું પિ-લક-છે-પો” પણ “ભરુકચ્છનું ચીની ઉચ્ચારણ માત્ર છે.૨૪૭ જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રભાવકચરિત ત્યાંના ક્ષેત્રને ઉદ્દેશી “ભૃગુક્ષેત્ર તરીકે આર્યખપુરાચાર્ય અને વિજયસિંહરિની યાત્રાના સંદર્ભમાં કહે છે,૨૪૮ જ્યારે નગર તરીકે વાદિદેવસરિના કણ નામના બ્રાહ્મણ સાથેના વાદમાં વિજયના પ્રસંગે ઉલ્લેખ કરે છે;૨૪૯ આ છેલ્લામાં સમગ્ર ક્ષેત્ર પણ કહી શકાય. આ ગ્રંથમાં સાદા ભૃગુપુર' તરીકે પણ “વિજયસિંહરિના ચરિતમાં ત્રણ વાર કહ્યું છે. ૨૫૦ બાકી તો કાલસરિ, પાદલિપ્તાચાર્ય, વિજયસિંહસૂરિ, વૃદ્ધવાદિસૂરિ, મલ્લવાદિસૂરિ, મહેંદ્રસૂરિ, વાદિદેવસૂરિ અને હેમચંદ્રસૂરિનાં ચરિત આપતાં “ભૃગુકચ્છ સંજ્ઞા જ પ્રયોજી છે, જેમાં બે સ્થળે ભૃગુકચ્છપુર” કહેલ છે. ૨૫૧ વિવિધ તીર્થ ક૫ મુનિ સુવ્રતના દેરાસર વિશે, અશ્વાવબોધતીર્થ વિશે, અને ધનેશ્વર નામના નગમ વિશે કહેતાં પ્રા. મારજી (સં. મરવરઇનું રૂપાંતર) એવો નગરનામનિર્દેશ કરે છે,૨૫૨ જ્યારે પ્રતિષ્ઠાનપત્તનક૯૫માં, “ચતુરશીતિમહાતીર્થ નામસંગ્રહકલ્પમાં અને “ કુંડગેશ્વરનાભેયદેવકલ્પ માં ( શકુનિકાવિહારના સંદર્ભમાં) સં. મૃગુવછે સંસાને પ્રયોગ થયો બતાવે છે.૨૫૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં દેવાચાર્યપ્રબંધમાં વીરનાર શેઠ “ભૃગુકચ્છ ગયાનું, કુમારપાલીકારિતાભારિપ્રબંધમાં મંત્રી વાડ્મટને ઉદ્દેશી હેમચંદ્રાચાર્યની ઉક્તિમાં ભૃગુકચ્છના ગમનનું, અને “વસ્તુપાલ-તેજપાલપ્રબંધમાં મુનિ સુવ્રતનાથની પ્રતિષ્ઠા કરાવનાર બાલહંસસૂરિના પ્રસંગમાં ‘ભૃગુકચ્છ” સ્થાનનું કહે છે, ૫૪ જ્યારે બીજાં અનેક સ્થળેએ “ભૃગુપુર કહ્યું છે. ૨૫૧ પ્રબંધકારે આર્યખપુટાચાર્યના સંદર્ભમાં ‘ભૃગુકચ્છ, મલ્લવાદિસરિના પ્રસંગમાં ‘ભૃગુક્ષેત્ર', અને આર્યખપુરાચાર્યના સંદર્ભમાં બીજે વખતે અને પાદલિપ્તાચાર્યના કથાનકમાં બધે “ભૃગુપુર’ એ ઉલેખ કર્યો છે. ૨૫૧ પ્રબંધચિંતામણિમાં આમ્રભરના પ્રસંગે અને વરતુપાલને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy