SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ [પ્ર. ૩૩૨ ] ઈતિહાસ પૂર્વભૂમિકા છે. કચ્છનું “નારાયણસર” લખપત તાલુકામાં કરીનાળના દક્ષિણકાંઠે આવેલા લખપત બંદરથી દક્ષિણે, સમુદ્રકાંઠા નજીક તેવીસેક કિ. મી. (ચૌદેક માઈલ) ઉપર આવેલું છે, ત્યાં નારાયણસરની વાયવ્ય લગભગ એક કિ. મી. (અડધાએક માઈલ) ઉપર કેટેશ્વરનું મંદિર આવેલું છે. આજે કેરીનાળની શરૂઆત થાય છે ત્યાં એક સમયે સિંધુ નદીની પૂર્વ બાજની છેલ્લી ધારાનું મુખ આવેલું હતું; ઈ. સ. ૧૮૧૯ના ધરતીકંપમાં થયેલા ભૂરતર પરિવર્તનને લીધે સિંધુની એ એક ધારાનો પ્રવાહ પશ્ચિમ ભણી ખસી ગયો, કેરીનાળના મોટા રણ તરફના ભાગમાં “આલાબંધ નામની ઉત્તર-દક્ષિણ પટ્ટી ઊપસી આવી અને સિંધુના પાણીનો કચ્છની ભૂમિના પેટાળને મળતા લાભ સદાને માટે બંધ થયો ? - દ્વારકાક્ષેત્ર : સ્કંદપુરાણના પ્રભાસખંડમાંના દ્વારકામાહાન્ય પ્રમાણે આજની દ્વારકાને આસપાસને પ્રદેશ તે આ “દ્વારકાક્ષેત્ર”.૧ ૬૭ દ્વારકાક્ષેત્રનું સ્કંદપુરાણમાંનું વર્ણન આજની દ્વારકા આસપાસનું નહિ, પરંતુ પ્રભાસ-કોડીનાર નજીકની મૂળ દ્વારકા આસપાસનું છે એવું બતાવાનો પ્રયત્ન થયો છે,૬૮ પરંતુ કલ્યાણરાય ન. જોશીએ એને ઝીણવટથી અભ્યાસ કરી જે ખ્યાલ આપ્યો છે ૬૯ તે એ વિશેની શંકાનું સુભગ સમાધાન કરી આપે છે. એ તીર્થ પાંચ કેશના વિરતારનું કહેવાયું છે.૧૯૦ શ્રીકૃષ્ણના સમયમાં દ્વારકાનગરીનું સ્થળ સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય હોય કે આજની દ્વારકા નજીક હોય, પરંતુ સ્કંદપુરાણ પ્રમાણે તે દ્વારકાનગરીનાં સંબંધવાળું 4 રકાક્ષેત્ર આજની દ્વારકાના પ્રદેશનું હવામાં કશો વિરોધ રહેતું નથી. ચમત્કારપુરક્ષેત્ર સ્કંદપુરાણે જે બીજાં કેટલાંક ગૌણ તીર્થક્ષેત્ર ગણાવ્યાં છે તેઓમાં એક ચમત્કારપુરક્ષેત્ર પણ કહ્યું છે. એનું જ બીજું નામ સ્કંદપુરાણમાં હાટકેશ્વરક્ષેત્ર ૧૭૨ છે. અબ્દ(આબુ)ના પહાડથી નૈત્યદિશામાં આ નિર્ત દેશમાં અર્થાત આનર્તસંજ્ઞક (ઉત્તર ગુજરાતના) ભૂભાગમાં એ ક્ષેત્ર આવેલું છે. એનાથી અહીં આનર્તનગર–વૃદ્ધિનગર(વડનગર)–જૂના ચમત્કારપુર આસપાસનો પ્રદેશ સમજવાને છે. આ વિગતેને બધો આધાર સ્કંદપુરાણના છઠ્ઠા નાગરખંડ ઉપર છે. રમણલાલ ન. મહેતાએ એ ખંડને માટે ૧૬ મી-૧૭મી સદીની મેડેની રચના હોવાનું પુરવાર કરેલું છે૧૭૩ એટલે એની પાછળનું ઈતિહાસ-બળ ઢીલું પડે છે. નાગરખંડમાં એ ક્ષેત્રનાં મંદિરે પેટાતીર્થો વગેરે વિશે સારી માહિતી જોવા મળે છે. ધર્મારણ્યક્ષેત્રઃ ઉત્તર ગુજરાતમાં મોટેરા આસપાસના ક્ષેત્રને ધર્મારણ્યક્ષેત્ર કહેવામાં આવ્યું છે. એને “સત્યયુગમાં ધર્મારણ્ય, ત્રેતામાં સત્યમંદિર, દ્વાપરમાં વેદ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy