SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું]. પ્રાચીન ભેગેલિક ઉલેખે t૩૩૧ પ્રાચીનતમ રથાન ત્યાં ન હોય તોયે “વરદાનક્ષેત્ર” બરડાના ભૂભાગમાં હેવાના વિષયમાં કઈ ખાસ બાધ જોવા મળતો નથી. વ્યુત્પત્તિની દષ્ટિએ વરદાન અને બરડો' શબ્દ દૂર થઈ રહે એવા નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બરડા પર્વતથી ઈશાન ભાગે આવેલા ગેપના ડુંગરાની દક્ષિણ દિશાએ ગુપ્તોના ઉત્તર કાલનું, યા મૈત્રકોના આરંભકાલનું, નાની ગેપમાં આવેલું ગોપનું મંદિર અને બરડાથી પશ્ચિમ દિશાએ સમુદ્ર નજીક મૂળદ્વારકા તરીકે કહેવામાં આવતા વિસાવાડાની આસપાસના પ્રદેશનાં જૂનાં મંદિર એ પ્રદેશ પૂર્વકાલમાં યાત્રાનાં સ્થાન હોવાની પરંપરા ચીધે એવાં ખરાં. આ પ્રકારની સંભાવનાને આધારે બરડા ડુંગરના આસપાસના ભૂભાગને માટે ‘વરદાનક્ષેત્ર” ની સંજ્ઞા કાઈ કાળે શક્ય ખરી. દેશ્ય સ્વરૂપના લાગતા બરડા” શબ્દનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ તો વરદાન નહિ હોય? આપણી સમક્ષ સંભાવના સિવાય કેઈ બીજો પુરા નથી. વસ્ત્રાપથ ક્ષેત્રઃ સ્કંદપુરાણ પ્રમાણે ઉજયંત ગિરિ (ગિરનારને મુખ્ય પહાડ) અને રૈવતક ગિરિ(વાઘેશ્વરીના મંદિરને અને દામોદરના મંદિરને સાચવી રાખતા ભેંસલે')ને પિતામાં સમાવી રાખતું, ઉત્તર બાજુ ભદ્રા (ભાદર, જે જેતપુર ગામની ઉત્તરે થઈ વહે છે ત્યાં સુધી અને પશ્ચિમે વામનનગર (વંથળી) સુધી આ ક્ષેત્ર પથરાયેલું પડયું છે.૧૫૮ આ જ ક્ષેત્રને ત્યાં રૈવતકક્ષેત્ર” પણ કહ્યું છે.૧૫૯ આ ક્ષેત્રની દક્ષિણે બિવખાત' એવું રાજા બલિનું ક્ષેત્ર કહ્યું છે;૨૦ સંભવ છે કે એ આજના બીલખા ગામના સ્થાનને ઉદ્દેશી કહ્યું હોય, બાકી ત્યાં નજીકમાં આજે કઈ બલિતીર્થ રહ્યું નથી. આ ક્ષેત્રને વિરતાર ચાર એજનને કહ્યો છે૧૧૧ તેથી ગિરનારની ચારે બાજુના પ્રદેશને બરાબર બંધ બેસી રહે છે. મહાભારતમાં એક વસ્ત્રાપદ ક્ષેત્ર છે, પણ એ તો જુદું જ છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલ ગિરનાર પર્વત ઉપર ચડતો હતો ત્યારે એ “વસ્ત્રપથ ક્ષેત્રમાં પહાડની પગથી ઉપર ચડતાં કર લેવાતો હોવાનું કહેવામાં આવ્યાનું નોંધ્યું છે. આ ક્ષેત્રનું નામ “વસ્ત્રાપથ' કેવી રીતે મળ્યું હશે એ જાણવાનું સંગત કારણ મળતું નથી; સંભવ છે કે કોઈ દેશ્ય નામનું આ સંસ્કૃતીકરણ હેય. નારાયણસરઃ આ તીર્થને ઉલેખ માત્ર ભાગવતપુરાણમાં થયેલ છે. જ્યાં એને સિંધુ અને સમુદ્રને સંગમ થાય છે ત્યાં કહ્યું છે.૧૧૪ ત્યાં એને પશ્ચિમ દિશામાં રહેલું કહેલું જ છે એટલે ભાગવતપુરાણના રચન-સમયે એનું અસ્તિત્વ પ્રમાણિત કરી શકાય. મહાભારતમાં “નારાયણસ્થાન”૧૧૪ અને “નારાયણા. શ્રમ”૧૨૫ એવાં બે તીર્થસ્થળ મળે છે, પરંતુ એ ઉત્તરના પ્રદેશનાં હોય એમ લાગે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy