SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] ઇતિહાસની પૂર્વભૂમિકા (પ્ર. પ્રકીર્ણ નદીઓઃ નહપાનના જમાઈ શિવદાતના નાસિકના (ઈ.સ ૧ લી સદીના) અભિલેખમાં ઇબા-પારાદા દમણ-કરણા-દહાણુકા એ નદીઓ ‘તાપી' સાથે ગણાવી છે. ૨૧ આમાંની પારા' એ વલસાડ પાસેની પાર”, “દમણું” એ દમણ પાસેની “દમણગંગા', “કબણા એ બિલિમોરા પાસે અંબિકાને મળતી કાવેરી – દક્ષિણ ભારતની કાવેરી નહિ, અને દહાણુકા તે થાણા જિલ્લાના દહાણું પાસેની એ નામની નાની નદી છે. મહાભારત-ભીષ્મપર્વમાં એક “વાપી’ મળે છે,૨૧અ પરંતુ આજના વાપી” ગામ પાસે દમણગંગા વહે છે; એ અને “વાપી” એક હશે ? કુંભકરણની મહાભારતની આવૃત્તિમાં “પી” પાઠ છે, ૧૨૨ પણ કાવી પાસે મહી” વહે છે; એનું નામ “પી” હશે ? નિર્ણય ઉપર આવવું મુશ્કેલ છે. સુવર્ણસિકતા, વિલાસિની, પલાશિની : સુદામાના ઈસ. ૧૫ના જૂનાગઢ શૈલલેખમાં “સુદર્શન’ સરના વર્ષાને કારણે તૂટેલા બંધનું સમારકામ કર્યાનું જણાવ્યું છે ૨૨ તે સરમાં સુવર્ણસિકતા=સુવર્ણરેખા-નરેખ) અને પલાશિની વગેરેનાં પાણી એકત્રિત થતાં હતાં. એ અભિલેખમાં ત્રીજી નદીનું નામ નથી આપ્યું, પરંતુ એ પછી ફરી પાળ તૂટી જતાં સ્કંદગુપ્તના સમયમાં નાનું સમારકામ થયું ૨૩ ત્યારે પલાશિની' “સિકતા અને વિલાસિની' એવાં ત્રણ નદીનામ જોવા મળે છે. આમાંની “સુવર્ણસિકતા કે સિકતા” એ હાથીપગા પાસેથી ફૂટતી બેક હજાર ફૂટ ઊતરી, ભવનાથના મંદિરની ઉત્તરે વહી આવી દામોદર કુંડ પાસેથી પસાર થઈ જૂનાગઢ શૈલલેખ પાસે સુદર્શનમાં પડતી “સુવર્ણરેખા' જ છે. વિલાસિની સરોવરના તળમાં સિકતાને ડામાં ફંટાતો બીજો ફાંટો યાતે ભેંસલા(સ્કંદગુપ્તના સમયના ઈ. સ. ૪૫૫-૪૫૭ના અભિલેખમાં, સ્કંદપુરાણમાં અને મોડેના જૈન ગ્રંથ વગેરેમાંના રૈવતક)ની પશ્ચિમે નીચાણવાળા ભાગમાં દક્ષિણ બાજુથી સરોવરમાં આવતો વહેળે, અને પલાશિની એ જૂનાગઢ શૈલલેખવાળા ખડકની ઉત્તરે સુવર્ણરેખાને ઉત્તરકાંઠેથી શરૂ થતા ઉત્તર-દક્ષિણ લંબાયેલા જેમણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી સરોવરની ઉત્તર ધાર ઉપરન, ધારાગઢ દરવાજાની સામેના ત્રિવેણી સંગમના ઉત્તર છેડા પાસે, પૂર્વ તરફથી આવતો વહેળે સમજાય છે. આ સંગમસ્થાનથી ઉત્તરના ભાગમાં થોડે દૂર રુદ્રદામાના સમયની, નદીમાં ચૂનાના કોંક્રીટવાળા ભાગ ઉપરની વિશાળ પાળ અને દક્ષિણના ભાગમાં ધારાગઢ દરવાજા સામે સ્કંદગુપ્તના સમયની ઘડેલા પથ્થરોની ભગ્નાવશિષ્ટ નાની પાળનાં દર્શન થતાં હેઈ આ ત્રણ સિવાય ચોથા કોઈ વહેળાનાં દર્શન થતાં નથી. નદી તરીકે પછી સોનરેખ આગળ વધી પળાં સવા કળાને સાથે લઈ ઉબેણ નદીમાં મળી જાય
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy