SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું ]. પ્રાચીન ભાંગેલિક ઉલ્લેખ [૩૨૩ કહેવામાં આવ્યો છે ૧૦૦એ આજની દ્વારકાની પૂર્વ બાજુને જે નીચાણને વિસ્તૃત પટ પડ્યો છે તેમાંથી આવતે વહેળો તે “ગોમતી અને દક્ષિણ બાજુને બરડિયા ગામ તરફથી આવતા નીચાણવાળો પટ તે “ચંદ્રભાગા –એને વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવી ગમતીને લગભગ કાટખૂણે મળે છે, અને બંને એકરૂપ થઈ, પશ્ચિમાભિમુખ બની પશ્ચિમ સમુદ્રમાં વહી જાય છે. ગોમતીને સ્કંદપુરાણમાં પૂર્વગંગા” પણ કહી છે. ૧૦૮ આના ઉત્તર કાંઠા ઉપર સમુદ્રસંગમ ઉપર આજનું શૈલેશ્વસુંદર શ્રી રણછોડરાયજીનું ઇતિહાસ પ્રસિદ્ધ દેવાલય આવ્યું છે.૧૦૯ ઉપરની સ્કંદપુરાણે કહેલી. આજે જોવામાં ન આવતી–માત્ર બે જ જોવા મળતી–પાંચ નદીઓ ગમતીસાગરસંગમ પાસે “પંચનદનું તીર્થ બતાવે છે, જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં થયો છે૧૧૦ અને આજે પણ દ્વારકાના કોટને અગ્નિખૂણે ગોમતીના ઘાટની દક્ષિણે પાણીના પટ ઉપર કહેવાય પણ છે, પરંતુ મહાભારતના મૌસલપર્વ ૧૧૧ પ્રમાણે કૃષ્ણના દેહોત્સર્ગ પછી યાદવ સ્ત્રીઓને સાથે લઈ દ્વારકાના સાગરમ જજન સાથે સાથ, આગળ વધતા અર્જુનને આભીર દસ્યુઓએ પંચનદ’ના પ્રદેશમાં લૂંટી લીધો હતો તે આ સ્થાન નથી; એ તો સૌરાષ્ટ્ર ગુજરાતની ઉત્તર સરહદ નજીક આવેલ પાંચ નદીઓને જુદો જ પ્રદેશ હતો;૧૨ સકંદપુરાણના દ્વારકામાહાઓમાંનું “પંચનદી તીર્થ તો મોડેથી ઉપજાવી કાઢેલું સમજાય છે. ગોમતી અને “ચંદ્રભાગા' નામોથી કઈ બે નદીઓનો નિર્દેશ પાણિનિના ગણપાઠમાં થયેલે છે; પાછલીને તો ત્યાં સ્પષ્ટ રીતે નદી કહી છે, ૧૧૩ પણ ગોમતી’ પણ નદી જ છે. આ બેઉ નદી દ્વારકા પાસેની છે એમ કહેવું મુશ્કેલ છે. એમ તો મહાભારતમાં એકથી વધુ સ્થળોમાં “ગોમતી નદીને ઉલ્લેખ થયેલ છે, ૧૧૪ પરંતુ એ તો ગંગા નદીની સાત ધારાઓમાંની એક અને ઉત્તર પ્રદેશની નદી છે;૧૧૫ એ દ્વારકાવાળી સર્વથા નથી. ઋદમાં એક ગોમતી’ કહી છે૧૧૬ તે હાલની સિંધુની એક શાખા “ગેમલ હોવાનું ઉમાશંકર જોશીએ મૂરને અનુસરી સૂચવ્યું છે. “ચંદ્રભાગા” પદ્મ પુરાણમાં “સાભ્રમતીને દધીચિના આશ્રમ પાસે મળતી કહી છે૧૧૭ તે અમદાવાદના હરિજન–આશ્રમ અને જૂના વાડજ વચ્ચેનું રાણીપ તરફથી તેમજ નવા વાડજ તરફથી આવતાં બે વાંઘાંઓનું બનેલું મોટું નાળું છે. બ્રહ્માંડપુરાણ વગેરે હિમાલયમાંથી નીકળેલી “ચંદ્રભાગા’ વિશે નિર્દેશ કરે છે ૧૮ તે અને ઉપરની પાણિનિન ગણપાઠમાંની “ચંદ્રભાગા” એક અને પ્રાચીન લાગે છે. સભાપવમાં “ચંદ્રભાગા કહી છે૧૧૯ તે પણ વૈદિકી સરસ્વતીની પૂર્વે કહેલી હાઈ હિમાલયમાંથી નીકળેલી કહી શકાય. રાજશેખર પણ ઉત્તરાપથની નદીઓમાં ચંદ્રભાગાને મુકે છે, ગંગા-સિંધુ-સરસ્વતી–શતદુ-ચંદ્રભાગા-યમુના આદિના ક્રમમાં. ૧૨૦.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy