SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ t. ૧૦] ઇતિહાસની પૂર્વભૂમિકા પ્રદેશ બની રહે છે. એને મધ્યભાગ સમુદ્રની સપાટીથી ૩૦૫ મીટર (૧૦૦૦ ફૂટ) ઊંચો છે. આગળ ઉત્તર તરફ વાંકાનેરની પાસે થઈમોરબી પાસેના મેદાન સુધી જઈ એ અટકી પડે છે. એ પહેલાં એમાંથી બે ફાંટા પડે છેઃ ઉત્તર તરફને ફટે. રાજકોટ-વઢવાણ માર્ગની ઉત્તરે છે તે “માંડવના ડુંગર' તરીકે ઓળખાય છે; એ થાન આગળ રહીને જાય છે ને ધ્રાંગધ્રા પાસેના મેદાનમાં બંધ પડે છે. દક્ષિણ તરફને ફાંટ રાજકોટ-વઢવાણ માર્ગની દક્ષિણે છે તેને ઠાંગા ડુંગર કહે છે; એ ચેટીલા આગળ રહીને જાય છે. નીચાં અને ઉજજડ ટેકરાટેકરીઓથી શરૂ થઈ ધીમે ધીમે એ ઊંચા ડુંગરમાં વિકસે છે. ભાદર નદીના દક્ષિણ કાંઠા પર ઓસમ ડુંગર છે; એ ૩૦૫ મીટર (૧,૦૦૦ ફૂટ) ઊંચે છે. ચોટીલે ડુંગર શંકુ આકારને અને ૩૫૭ મીટર (૧,૧૭૦ ફૂટ) ઊંચે છે. નૈૐત્યમાં આવેલ બરડાના ડુંગર ૪૮ કિ. મી. (૩૦ માઈલ)ના ઘેરાવામાં પથરાયેલા છે; એનું વેણ નામે શિખર ૨૫.૮ મીટર (૨,૦૫૦ ફૂટ) ઊંચું છે. એનાથી ડું નીચું એની પૂર્વે “આભપરાનું શિખર છે. જેઠવાઓની પ્રાચીન રાજધાની ધૂમલીના અવશેષ ત્યાં ઈશાન બાજુની ખીણમાં નજરે પડે છે. વળી ત્યાં જાતજાતની વનસ્પતિઓ થાય છે. બરડાની આસપાસના પ્રદેશમાં ઠેર-ઉછેરને ધંધે સારે ચાલે છે. ગોપ અને આલેચ કેટલાક માઈલ દૂર ઈશાને અને અગ્નિખૂણે આવેલા છે. એમાંના ઘણું ડુંગરા વેરાન છે. કેઈ ઠેકાણે થેરિયાની આછી આછી ઝાડી છે, તે પશ્ચિમના ભાગની ખીણોમાં વૃક્ષો અને વાંસની ઝાડી જોવામાં આવે છે. ઉત્તરપૂર્વ-દક્ષિણપશ્ચિમ જતી આ પર્વતમાળા લગભગ ૨૪૦ કિ. મી. (૧૫૦ માઈલ) લાંબી છે. ૧૬ આ પર્વતમાળાની દક્ષિણે જે ધાર આવેલી છે તે પૂર્વ પશ્ચિમ ફેલાયેલી છે; એની લંબાઈ ૧૮૦ કિ. મી.(૧૦૦ માઈલ)ની છે. પશ્ચિમમાં માંગરોળ (સોરઠ) પાસેથી શરૂ થઈ એ પૂર્વ તરફ જાય છે. એનાથી ઠીક ઠીક દૂર ઈશાનખૂણે ગિરનાર પર્વત આવે છે. એ સમુદ્રની સપાટીથી ૧,૧૧૬ મીટર (૩,૬૬૦ ફૂટ) ઊંચો. છે. એ ૨૪ કિ. મી. (૧૫ માઈલ) લાંબા અને ૬.૫ કિ. મી.(૪ માઈલ) પહેળો છે. એનું સૌથી ઊંચું શિખર ગોરખનાથનું છે. ઉપરાંત અંબાજી, દત્તાત્રેય, - કાળકા અને ઓઘડનાં શિખર છે. અંબાજીના શિખરની દક્ષિણ-પશ્ચિમના ઢળાવમાં જેનાં આરસનાં સુંદર દેરાસર બંધાયાં છે. ગિરનારની અંદરની ઉત્તર તળેટી પાસે ભરતવન અને શેષાવન જેવાં કેટલાંક સુંદર વન આવેલાં છે. આ વન ઘણાં ગીચ છે. એમાં રાયણ, જાંબુ, સીતાફળ અને વાંસની ઝાડીઓ આવેલી છે. ત્યાં દીપડા વગેરે રાની જાનવરો રહે છે. ગિરનારની બાજુમાં પશ્ચિમે આવેલ દાતાર
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy