SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૯ ] ભૌલિક લક્ષણે છે. એ ડુંગરમાળાના ડુંગર સામાન્ય રીતે ૧ થી ૯૧ મીટર (૨૦૦ થી ૩૦૦ ફૂટ) ઊંચા હોય છે. ઊંચા ડુંગરોમાં સતિયા દેવનું શિખર સમુદ્રની સપાટીથી ૬િ૦૯.૬ મીટર (૨,૦૦૦ ફૂટ) ઊંચું છે. રાજપીપળાના ડુંગર અકીકની ખાણો માટે જાણીતા છે. રતનમાળની ઉત્તરે આવેલ ડુંગરમાળા ૨૪૪ થી ૩૬૬ મીટર (૮૦૦ થી ૧,૨૦૦ ફૂટ) જેટલી ઊંચી છે. ડુંગરાળ પ્રદેશમાં પથ્થર તથા ઈમારતી લાકડાનો ઉદ્યોગ સારે ચાલે છે. તાપીની દક્ષિણે સહ્યાદ્રિ પર્વતમાળા શરૂ થાય છે. નંદરબાર-સોનગઢવાંસદા-ધરમપુર-વાપીની પાસે એની દક્ષિણપૂર્વ ધાર આવેલી છે. સુરત જિલ્લાના પૂર્વ ભાગમાં તારાપારને ડુંગર, અસિકાનો ડુંગર, સોનગઢ ડુંગર, ખાડ આંબાને ડુંગર વગેરે નાના ડુંગર આવેલા છે. માંગરોળથી ધરમપુર તરફ જતી ડુંગરમાળા શરૂઆતમાં ૪૮ કિ. મી. (૩૦ માઈલ) પહોળી છે તે દક્ષિણમાં જતાં ૨૪ કિ. મી. (૧૫ માઈલ) જેટલી સાંકડી થઈ જાય છે. સમુદ્રતટ પાસે છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે; દા. ત. દમણ પાસે. પારનેરાનો ડુંગર પણ સહ્યાદ્રિને જ ભાગ છે. ડાંગને પ્રદેશ સમુદ્રની સપાટીથી ૪પ૭– ૬૧૦ મીટર (૧૫૦૦ થી ૨૦૦૦ ફૂટ) ઊંચે અને ખડકાળ છે. એનો પશ્ચિમ ઢાળ ગાઢ જંગલોથી છવાયેલો છે. ડુંગરનાં ઊંડાં કેતરોમાં અનેક નદીઓ અને ઝરણાંનાં મૂળ રહેલાં છે. ડાંગને પ્રદેશ જંગલની આવક માટે જાણીતો છે. આ ડુંગરમાળામાં આવેલું સારમુલેરના કિલાવાળું શિખર એ સહ્યાદ્રિ પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરેમાંનું એક છે. ૧૫ અહીં વરસાદ ઘણે પડે છે. ડાંગમાં મોટા ભાગતી વસ્તી ડાંગીઓ(ભીલ)ની છે. ડાંગમાં અડધોઅડધ જંગલ સાગનાં છે; ઉપરાંત સીસમ, સાદડ, ખેર, વાંસ વગેરે પણ ખરાં. હરડાં, આમળાં વગેરેનાં તો અહીં વનનાં વન છે. અહીં નાગલી, બંટી, મકાઈ, બાવટો અને કેદરા જેવાં હલકાં ધાન્ય જ પાકે છે. સારા ઘાસચારાના અભાવે ઢોર નાના કદના હોય છે. જંગલમાં વાઘવરુનો ભય પણ ઘણે. ઊંચા ડુંગર પર આવેલું સાપુતારાનું સ્થળ ઘણું રમણીય છે. આમ ગુજરાતની ઉત્તરપૂર્વ સીમા પાસે આડાવલીની, પૂર્વ સીમા પાસે વિધ્યની અને દક્ષિણપૂર્વ સીમા પાસે સહ્યાદિની પર્વતમાળાની ધાર આવેલી છે. સૌરાષ્ટ્રમાં ડુંગરીઓ અને ટેકરીઓ ઘણે ઠેકાણે ફેલાયેલ છે, પરંતુ જેને ડુંગરો કહી શકીએ તેવી હારમાળા બે છે. ઉત્તર તરફની હાર રાજકેટ જિલ્લામાં આવેલ કોટડા-પીઠા ગામની પૂર્વે આવેલા વેરાન ડુંગરાથી શરૂ થઈ ત્યાંથી ઉત્તર તરફ સાંકડી થતી જાય છે; એ આણંદપુર તથા ભાડલા ગામ આગળ સપાટ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy