SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું]. પ્રાચીન ભોગોલિક લખે ત્યાં “માહિક અને માહેય એવાં દેશનામ માત્ર જોવામાં આવે છે. સ્પષ્ટ નિર્દેશ તે મત્સ્ય, બ્રહ્માંડ, વાયુ અને વામન પુરાણનો છે, જ્યાં ગુજરાતના ભૂભાગના બીજા પ્રદેશોનાં નામ પણ નોંધાયેલાં છે, “અપરાંત”ના ભાગ તરીકે.૩૩ બૃહત્સંહિતામાં “મહીતટજ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તે ૩૪ આ પ્રદેશને માટે સરળતાથી કહી શકાય એમ છે આજે આ મધ્ય ગુજરાતમાં આવેલ “મહીકાંઠા' તરીકે જાણીતો પ્રદેશ છે. એક માહિષક” પ્રદેશ જાણવામાં આવ્યો છે, ૧૩૫ પરંતુ એ દક્ષિણને મિસર બાજુને છે, નહિ કે “માહિષ્મતી (અનૂપ)સંબંધવાળો. ભારક છે અનૂપના પશ્ચિમ-ઉત્તર ભાગે નર્મદા નદીના ઉત્તર કાંઠાના પ્રદેશ “ભરુકચ્છ” કે “ભારુકચ્છ” મળે છે. હરિપ્રસાદ શાસ્ત્રીએ એક ગૂંચ ઉકેલી આપી છે કે ભરુકચ્છ' શબ્દ જ્યાં વપરાયેલું હોય ત્યાં એ નગરવાચક, સામાન્ય રીતે, હોય છે, જ્યારે “ભારુકચ્છ” વપરાયેલ હોય તે એ દેશવાચક હોય છે;૩૭ પુરાણોમાં આ બેઉ સંજ્ઞાઓ વચ્ચે ગરબડ થયેલી જોવા મળે છે. અહીં “ભારુકચ્છ” સંજ્ઞથી જેનું વહીવટી વડું મથક “ભરુકચ્છ” (ભરૂચ) છે તેવો પ્રદેશ અભીષ્ટ છે. મહાભારતના સભાપર્વમાં સહદેવના દિગ્વિજયમાં ભારતવર્ષના દક્ષિણ દિશાના દેશ ગણાવતાં નગરીઓનાં નામોથી તે તે દેશ બતાવવામાં આવતા જોવા મળે છે, જ્યાં “અરવી” (એગર્ટને એને સ્થાને અંતાખી” સીરિયાનું અંતિક” માની પાઠ સુધાર્યો છે, જે અસંગત નથી લાગતો. સેલ્યુકસે લગભગ ઈ. પૂ. ૩૦૦માં આ નગરની સ્થાપના કરી હતી. ૧૩૮, અને રેખા” (રેમનગર, જે ઈ પૂ. ૭પ૩ રથપાયેલું) અને “યવાનું પુર” (સંભવતઃ “અલેક્ઝાન્ડિયા” હોય; પણ સંગતિથી તો એ સ્ત્રીલિંગે આવેલા રોના શબ્દનું, સ્ત્રીલિંગી પુર=પુરી શબ્દની બીજી વિભક્તિ એકવચનનું, વિશેષણાત્મક રૂપ લાગે છે અને એ રીતે યવનોની નગરી “મા” અભીષ્ટ હશે.) કહ્યા પછી “ભરુકચ્છ પહોંચ્યાનું લખ્યું છે. ૩૯ મસ્યપુરાણ “ભાર૭” ધે છે; બ્રહ્માંડ, માર્કંડેય, વાયુ અને વામન પુરાણમાં પાઠાંતરથી એને વિશે કહેવાયું છે.૧૪૦ સભાપર્વમાં ભિન્ન ભિન્ન પ્રતોમાં પાઠાંતરભેદ એવી રીતે જ છે. ૧૪૧ સભાપર્વમાં આ નગરનામ લાગે છે, પરંતુ રાજયયજ્ઞતે ઉપાયનેવાના પ્રસંગે “ભરુકચ્છનિવાસીઓનો ઉલ્લેખ થયેલો છે ત્યાં, ઉપર નીચે જોતાં, એ દેશનામ લાગે છે.૧૪૨ આવશ્યકચૂર્ણિને સમય છે. સની ૫ મી-૬ ઠ્ઠી સદી આસપાસને શક્ય છે તેમાં “ભરુકચ્છને “આહાર”
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy