SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ t૨ ૧૭ મું. પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ લોકસાહિત્યમાં સોરઠિયાના દુહા એ માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રને નહિ, સમગ્ર સૌરાષ્ટ્રનો ખ્યાલ આપે છે. અને આ એ વિભાગ કે જેની પૂર્વ સીમા ધોળકા સુધી, ઈશાન સીમા વિરમગામને આવરી લઈ માંડલ-રાધનપુર વગેરેને સીમા ઉપર રાખતી બનાસકાંઠાની દક્ષિણ સીમાને સ્પર્શ કરતી, ઉત્તરે કરછનો અખાત, અગ્નિકોણે ખંભાતનો અખાત અને પશ્ચિમ તેમજ દક્ષિણે અરબી સમુદ્ર સુધી હતી અને છે. ખુદ ‘સુરાષ્ટ્રની સીમા આજના “સોરઠમાં સીમિત હતી એવું હરિવંશના નિર્દેશથી બતાવવાને ડોલરરાય માંકડે એમના એક લેખમાં પ્રયત્ન કર્યો છે, જેમાં એમણે એને આનર્ત” ના એક ભાગ તરીકે બતાવ્યું છે. એક . તે એ કે એમણે પ્રમાણ તરીકે સ્વીકારેલે “હરિવંશ ને ભાગ મેડને પ્રક્ષેપ છે અને બીજું એ કે “સુરાષ્ટ્ર” પ્રદેશમાં જ દ્વારવતી અને એ જ “આનર્ત નગરી; એટલે, આ પૂર્વે બતાવ્યું છે તે પ્રમાણે, “સુરાષ્ટ્ર” એ “આનર્ત ને એક ભાગ ખરો, પણ સાંકડો નહિ. બેશક, આનો આત્યંતિક નિર્ણય તે કુશસ્થલી દ્વારવતીને સ્થળનિશ્ચય થયા પછી જ મળી શકે. જૈન સાહિત્યમાં “સુરાષ્ટ્ર' વિશે માહિતી મળે છે. અનુયોગદ્વાર સુત્ર ક્ષેત્રો વિશે કહેતાં મગધ, માલવ, મહારાષ્ટ્ર અને કોંકણની સાથે સુ ને પણ ગણાવે છે. ૬૩ નિશીથચૂણિમાં સુરને છંનુ મંડળમાં વિભક્ત હેવાનું કહ્યું છે.* ક્ષેત્રની વાત કરતાં સૂત્રકૃતાંગની ચૂર્ણિ મગધ અને સુરને પણ કંદ્રક્ષેત્ર તરીકે ગણાવે છે. ૧૫ નિશીથચૂર્ણિમાં જણાવ્યા પ્રમાણે અશોક મૌર્યનો પૌત્ર સંપ્રતિ ઉજજયિનીમાં રહીને દાક્ષણપથ, સુ, આંધ્ર, દ્રાવિડ આદિ દેશો ઉપર રાજ્ય કરતો હતો. સંઘદાસગણિ વસુદેવહિંડીમાં સુરની વેપારી જાહોજલાલી બતાવી સુર અને ઉજયિની વચ્ચેને વ્યવહાર તેમજ પુર માં બૌદ્ધોની વસ્તી હવા ઉપર સારે પ્રકાશ પાડે છે. જે જ્ઞાતાધર્મકથામાં તો દ્વારવતી અને યુ જનપદને સંબંધ સ્પષ્ટ છે, જ્યાં કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય વગેરે દસાર (શા) સાથે દ્વારવતીના મધ્યભાગમાં થઈને સુર૬ જનપદના મધ્ય પ્રદેશમાં ગયાનું અને ત્યાં સરહદ ઉપર આવી પંચાલ દેશના કોંપિલ્લ નગર તરફ જવા તૈયાર થયાનું કહ્યું છે. ૨૭ સુરાષ્ટ્ર દેશની સંજ્ઞાને વિદેશી મુસાફરોએ પણ ઉપયોગ કર્યો છે. ગ્રીકે અને રેમનેએ Saurastrene,૮ તેલેમીએ Syrastrene,૨૯ બેએ Sarastos,૭૦ ચીનાઈ સાહિત્યમાં –૨,૭૧ મોડેથી મુસ્લિમ તવારીખકારોએ સિરઢ રૂ૫૭૨ પિતાની અનુકૂળતા અને ઉચ્ચારણને અનુસરી લખેલ છે. તોલેમી Syrastrene માં syrastra નામનું સ્થળ ગણાવે છે તે આનર્તપુર ની
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy