SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [, ઇતિહાસની પૂર્વભૂમિકા કાલ સ નું મહત્ત્વનું લક્ષણ એ હડપ્પીય મૃત્પાત્ર અને અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકોનું સહ-અસ્તિત્વ છે, જેમાં પાછળના લેકે ક્રમશઃ પોતાનું વ્યક્તિત્વ ગુમાવ્યે જતા હતા. સૌરાષ્ટ્રમાંની સિંધુ સભ્યતાનું બીજુ નોંધપાત્ર લક્ષણ સ્થાનિક અને હડપ્પીય સંસ્કૃતિઓના સહમિશ્રણમાંથી પરિણમતી એની પ્રાંતીય લાક્ષણિકતા છે. લોથલમાં આવતાંની સાથે હડપ્પીય લોકોએ પોતાનાં પથ્થર અને ધાતુનાં ઉચ્ચ કક્ષાનાં ઓજાર દાખલ કર્યા અને સમુદ્રમાગીય વાણિજયને વિસ્તાર કર્યો. સછિદ્ર નળાકાર ઘડા ડ–ઘાટના અને કાપાવાળી કિનારીવાળું મોટું વાસણ, બહાર કાઢેલી કિનારીવાળી બેસણીવાળી ઘડી-પરની-થાળી, સાંકડા કાંઠલાવાળો ગોળમટોળ કળશ, જામ, લબે વાલે, કથરેટ, સચ્છિદ્ર કાનવાળા હાલે, અને સીધી-દીવાલની મેટી કેડીઓ જેવા સિંધુ ખીણના કુંભારકામના તમામ પ્રકાર તુરતાતુરત ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સાથે સાથે હાથાવાળા અને હાથા વિનાના બહિર્ગોળ બાજુવાળા વાડકાઓની હડપ્પીય ઘડતરમાં નકલ કરવામાં આવી હતી, જેના રંગ લાલથી લઈ બદામી સુધીના હોય છે. માર્જિત કે અમાર્જિત લાંબી સમાંતર ભુજવાળી પતરીઓ આયાત કરેલા “ચર્ટ” જાતના પથ્થરમાંથી સ્થાનિક રીતે બનાવી લેવામાં આવતી હતી, “ચ”નાં ઘનાકાર તોલાં અને સેલખડીની ચોરસ મુદ્રાઓ જેવી હડપ્પીય વેપારી ચીજો સાથોસાથ ભાલાનાં પાંદડા-આકારનાં ફળાં, અસ્તરા, બાણના આંકડીદાર ફળાં, માછલીની ગલ અને તાંબા કે કાંસાની નાકાવાળી સોયા પણ દાખલ કરવામાં આવ્યાં હતાં. નવા આગંતુકે તરફથી વાણિજ્ય વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું અને તેલાં અને માપ ધોરણસર કરી લેવામાં આવ્યાં હતાં. ધાતુનાં ઓજારોની વધતી જતી માંગને લઈ સિંધુખીણમાંથી લોથલમાં તામ્રકારો સારી સંખ્યામાં ખેંચાઈ આવ્યા હતા. પિતાની આકાંક્ષા હોવા છતાં પણુ આ આગંતુક હડપ્પીય લેકે પ્રારંભમાં જે સત્વર સિદ્ધ ન કરી શક્યા તે હતું નગરનું પદ્ધતિપૂર્વકનું આયોજન અને વધુ સારી નાગરિક સુવિધાઓ. ક્યાંક નીક તે ક્યાંક ખાળકઠી દાખલ કરી હોવા છતાં જાહેર સ્વચ્છતા ખૂબ જ નબળી હતી અને ઘરોમાં સ્નાનગૃહ નહોતાં. કદાચ સ્થાનિક વસ્તીએ, સુધારેલાં ઓજારો અને વિકસિત હુન્નરવિદ્યાનો સમાદર કર્યો હોવા છતાં, નગર–આયોજન હજી ઉત્સાહપૂર્વક હાથ ધરાયું નહોતું. હડપ્પીય લેકે ગામનું પુનરાયોજન કરી શકે તે પૂર્વે તેઓને લાંબો સમય રાહ જોવાની હતી. લોથલમાં લેકેને પહેલો વસવાટ થયો તે પછી એકાદ સૈકે, લગભગ . ઈ. પૂ. ૨૩૫૦માં, પૂરને લઈ બધાં ઘર નાશ પામ્યાં અને ગામને ફરતા (peripheral) માટીના બંધમાં પહેળાં ગાબડાં પડી ગયાં. આ વિકટ સમયે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy