SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આધ-ઐતિહાસિક સંસ્કૃતિઓ પૂર્વનિશ્ચિત હતાં, આથી એકધારી ગુણવત્તા અને મોટા પાયા ઉપરના ઉત્પાદનની ખાતરી રહેતી હતી. શાસનતંત્ર સાથે વણિકશ્રેણીઓ અને વ્યક્તિગત કારીગરોને સહકાર ન હોય તો ઉચ્ચ માત્રાનું આવું એકધારણપણું સમગ્ર સિંધુ સામ્રાજ્યમાં શક્ય બન્યું ન હોત. અંતમાં તેલાંના એકધારણપણા વિશે કંઈક કહેવું જોઈએ. સિંધુખીણની જેમ ગુજરાતમાં પણ તેલાંની વંશ (દવાવર્તક) પદ્ધતિ પ્રચલિત હતી. આ પદ્ધતિમાં પથ્થરનાં ઘન તોલા (૫ટ્ટ ૨૪, આ. ૧૪૫) ૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬િ૪, ૧૨૮ વગેરે પ્રમાણમાં, ૧.૮૨૩૩ ગ્રામના નાનામાં નાના એકમના મધ્યમ મૂલ્ય સાથે, ચાલતાં હતાં. ગુજરાતમાંનું બીજુ ધોરણું છું, ૭, ૧૪, ૨૮નું હતું, જેમાં નાનામાં નાનું વજન ૪.૩૩૦૦ ગ્રામનું હતું. બીજો એકમ ૮.૫૭૫ ગ્રામને છે; એ અંદાજે સુસામાંની ભારે એસીરિયન પદ્ધતિમાંના ૮.૩૭ ગ્રામના શેકલના વજનનો છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રિય વેપારના હેતુ માટે લોથલના વેપારીઓએ બેબિલોનિયાનું ધોરણ સ્વીકાર્યું હતું, જ્યારે આંતરિક વેપાર માટે સિંધુ ઘેરણ પ્રચલિત હતું. આ સંબંધમાં એટલું ઉમેરવાનું કે સુસામાંથી મળેલી સિંધુ મુદ્રાથી તથા સિંધુ ધારણના ઘનાકાર પથ્થરી તોલાથી સુસાની સાથે વેપારી સંબંધ જાણવામાં આવે છે. લોથલમાં મળેલી, અનેક રેખાઓમાં દોરેલા સ્વસ્તિકને ભાવ સાચવતી, પકવેલી માટીની મુદ્રા સુસામાંથી મળેલી મુદ્રાઓ સાથે સામ્ય ધરાવે છે. જેથલ અને સુસા એ બંને સ્થળોએ મળેલા બીજા પદાર્થોમાં કાનેલિયનના ખચકા પાડેલા મણકા, શુદ્ધ તાંબાના ચાનકી–ઘાટના ગઠ્ઠા, કૂતરા તથા આખલાની તાંબાની બનાવેલી પૂતળીઓ તેમજ છીપ અને હાથીદાંતનાં સોગટ છે, એ ઈ. પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ગુજરાત અને એલમ વચ્ચેના વેપારી સંબંધનું સૂચન કરે છે. | (ઔ) વસ્તી-સ્તરેના તબક્કા ૧. કાલ : હડપ્પીય સંસ્કૃતિ (ઈ. પૂ. ૨૪૫૦-૧૯૦૦) લોથલ મુખ્યત્વે એક સંસ્કૃતિનું સ્થળ છે, જે કાલ સ અને કાલ આ તરીકે અનુક્રમે નિર્દેશેલી હડપ્પીય સંસ્કૃતિની ઉન્નતિ અને અવનતિના કાલ ઉપર સારે એ પ્રકાશ પાડે છે, સિવાય કે અબરખિયાં લાલ મૃતપાત્રોથી મૂર્ત થતી સાંસ્કૃતિક પરિસ્થિતિ, જેને નિર્દેશ પહેલાં કર્યો છે. છેક તળેથી શરૂ થતાં અંક ૧ થી ૬ સુધીનાં બાંધકામોની પ્રવૃત્તિના પાંચ ઉત્તરોત્તર તબક્કા અહીં તારવી શકાય છે. એમાંના પહેલા ચાર તબક્કા કાલ ૫ માં છે અને સૌથી ઉત્તરકાલીન તબક્કો અર્થાત તબકકો ૬ કાલ મા માં મુકાયા છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy