SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ 9] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિ [ ૧૫૯ ખ્યાલ આપે છે, તેથી લોથલ ખાતે ઈ પૂ. ૧૯૦૦ માં મોટું પૂર આવ્યું તે પછી તરતમાં જ હડપ્પીય લેકેએ રોજડીમાં વસવાટ કર્યો હશે. એ પણ સાચું છે કે હડપ્પીય નિર્વાસિતો રેજડી પહોંચ્યા તે પહેલાં ત્યાં અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોક વસતા હતા. સ્થાનમાંના વહેલામાં વહેલા સ્તરોમાંથી ચક્કસ સમયાંકન કરી શકાય તેવા કોઈ પુરાવાના અભાવે આપણે એ કહી શકવાની સ્થિતિમાં નથી કે રેજડીને આ વસવાટને પાછળ ક્યાંસુધી લઈ જઈ શકાય, પ્રભાસ ખાતે રાખોડિયાં મૃત્પાત્ર વાપરનારા લેક અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લોકોની પૂર્વે આવેલા હતા, જેના પછી ઉત્તર હડપ્પીય લેક આવ્યા હશે. પ્રભાસને સાંસ્કૃતિક સંબંધ આગળ ચર્ચાશું. (એ) વેપાર પિતાને ત્યાંની કૃષિવિષયક, ઔદ્યોગિક અને સામૂહિક પેદાશો માટે યોગ્ય બજાર મેળવવા અને ઈમારતી લાકડાં, ધાતુઓ અને કિંમતી પથ્થરોની જરૂરિયાતને પહોંચી વળવા લોથલે દેશની અંદર તેમજ સમુદ્રપારને વેપાર વિકસાવવાને હતો.૧૦ નજીકનાં ગામડાઓમાં વિશિષ્ટ ઓજારેના પ્રકાર પૂરા પાડવાના હોઈ એણે એક મહત્ત્વના ઉદ્યોગ તરીકે ધાતુકામને વિકાસ સાથે અને વિતરક કેંદ્ર તરીકે કાર્ય કર્યું, પરંતુ મણકા બનાવનારા કેંદ્ર તરીકેની એની સ્થિતિ પડકારી ન શકાય તેવી હતી. જેથલને ધક્કો મરામત અને સાધનની ફરી ભરતી કરવાને માટે સમુદ્રગામી વહાણોને સગવડ ભરેલે હેઈ લોથલ તેઓને નાગરવાની અને વખારની અનુકૂળતા ઉત્તમ કેટિના આશ્રયક બંદરથી પૂરી પાડી શકયું. ધાતુના બદલામાં લોથલના વેપારીઓ પાસેથી હાથીદાંત, છીપ, કિંમતી પથ્થરોના મણકા, રૂ અને સુતરાઉ માલ ખરીદવાની બાબતમાં વિદેશી વેપારીઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા. સમુદ્રપારના વેપારથી થોડા સમયમાં પુષ્કળ સમૃદ્ધિ આવી અને તેથી એ વેપાર સારી રીતે વ્યવસ્થિત થયો. જે પશ્ચિમ એશિયાને દાખલ થલ સુધી લાગુ પાડવામાં આવે તો એમ કહી શકાય કે કાંઠા પરના વેપારીઓ જરા જેટલું પણ જોખમ લેતા નહતા, પરંતુ વહાણના માલમને માલ ખરીદવામાં સહાયક બની નફામાં ભાગીદારી રાખતા હતા. વેપારમાં ભાગીદારીની વ્યવસ્થા એ હકીકતથી નિર્દિષ્ટ થાય છે કે લેથલમાંથી મળેલાં પકવેલી માટીનાં મુદ્રાક ઉપર અનેક મુદ્રા-છાપ મળી છે અને તેથી માલના એકથી વધુ માલિકોની મુદ્રાઓ વહાણના માલનાં બારદાને ઉપર લગાડવામાં આવતી હોવાનું સમજાય છે, એવું પણ બનતું હોય કે માલના રૂપમાં ચૂકવાતા કરની નિશાની તરીકે વખારેના અધિકારીઓ વેપારીઓને માલ સંખ્યા પહેલાં પિતાની મુદ્રા વહાણુમાંના
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy