SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫) ઈતિહાસની પૂર્વભૂમિકા? t ઉપાય પેટા તબકકા ૩ માટેનાં બે સમયાંકન ઈ. ૫. ૧૮૧૦ અને ૧૮૬૫નાં છે, પરંતુ જેમાંથી ઈ.પૂ. ૧૮૧૦૬૧૪૦ને નમૂને (ટી. એફ. ૧૯) લેવામાં આવ્યો છે તે લેથલ ખાતેના સT ના પ મ સ્તર ઉપર વસવાટના થર ઠીક ઠીક પ્રમાણમાં જમાવટ કરીને રહેલા છે. વિશેષમાં, તબક્કા સા માં નવી કુંભારી આકૃતિઓ અને ચિત્રિત ભાવોના વિકાસ માટે અને પાષાણના તેમજ ધાતુના નવા ઓજાર-પ્રકારના પ્રવેશને માટે સમયને ઠીક ઠીક ગાળો ગણવો જોઈએ. અહીં તુલનાત્મક પુરાવસ્તુવિદ્યા આની સહાયમાં આવી રહે છે. તેથલમાં વિકસેલા હડપ્પીય કુંભારી પ્રકારે આહાડ ખાતે સમય ૧ ચા માં જોવા મળે છે. આહાડના ૧ ય (મધ્ય સ્તર)નું કાર્બન-૧૪ નું ! સમયાંકન ઈ. ૫. ૧૭૨૫૧૪૦ છે અને આહાડા ૧ ૨ ના મધ્ય સ્તરનું ઈ. પૂ. ૧૫૫૦૬૧૪૦૧૨ છે. ધારી લઈએ કે આહાડ ૧ માં નું મધ્યમ સમયાંકન ઈ પૂ. ૧૬૦૦નું છે, તે લેથલના સમય મ (તબક્ક ) ને મેડામાં મોડે સ્તર ઈ પૂ. ૧૬૦૦ને હેવો જોઈએ. જેથલ નું વહેલામાં વહેલું સમયાંકન નક્કી કરવાને માટે આપણે તબકકા રે મા થી પાછળ ગણતા જવું જોઈએ, જેના ઉત્તરકાલીન સ્તરનું સમયાંકન ઈ.પૂ. ૨૦૦૦ (ઈ. પૂ. ૨૦૦૫ + ૧૫૫ અને ૨૦૧૦ - ૧૧૫) નું છે. તબક્કા રે સા માં પૂર આવ્યું તેની પહેલાંના છ પેટા-તબક્કા ધરાવતા બાંધકામના ઉત્તરોત્તર રથાપત્યકીય તબકકાઓને ગણતરીમાં લેવા જરૂરી છે. ઈ. પૂ. ૨૦૦૦ માં ત્રીજા પર આવીને નગરને નાશ કરી નાખે તે પહેલાં લગભગ બે સદી સુધી લોથલ ખૂબ સમૃદ્ધ હોવું જોઈએ. તેથી જ તબકકા ર ના અંત સમય ઈપૂ. ૨૦૦૦ને અંકાયો છે. નગરના વિગતવાર આયોજન અને પુનર્નિમાણમાં ત્રણ સ્થાપત્યકીય પેટા તબક્કા છે. આ બધા સાથે તબક્કા ને સમયાવધિ લગભગ સો વર્ષને હતો, આથી તબક્કા ર ના આરંભ માટે આપણને ઈ.પૂ. ૨૩૫૦ને સમય મળે છે. આ સાદી અટકળ નથી; આ સમયને લેથલમાંથી મળેલી ઈરાની અખાતની મુદ્રાના અસ્તિત્વથી સમર્થન મળ્યું છે. તદુપરાંત અકકડીય યુગમાં લોથલને મેસોપોટેમિયા સાથે સંપર્ક તબકકા ૨ અને ૩ માં મેસોપોટેમિયામાં ઉત્પન્ન થયેલા કુંભારકામ અને સેનાના પદાર્થોના અસ્તિત્વથી સમર્થિત થાય છે. કુંભારકામના પુરાવાઓમાં જમદેત–નસ કાલમાં ઉત્પન્ન થયેલાં, પરંતુ બાક ખાતે આર્ગેનિક રતમાં બચી રહેલાં “આરક્ષિત લેપ પાત્ર”(reserved slip ware) તરીકે જાણવામાં આવેલાં મૃતપાત્રોને સમાવેશ થાય છે. આ મૃતપાત્ર લોથલ ખાતે તબક્કા ૨ અને ૩ માં જોવા મળે છે. અકકડીયા કાલમાં થલ અને બાક
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy