SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] ઈતિહાસની પૂર્વભૂમિકા [પ્ર. હકીક્ત આઘ–ઐતિહાસિક કાલમાં સિંચાઈ માટે નહેરો હશે એવી ધારણા ઉપજાવે છે. લોથલમાંના ઉખનનમાંથી મળેલા છેડેના અવશેષોના પરીક્ષણથી એવું માલુમ પડી આવ્યું છે કે ગુજરાતમાં આઇ–ઐતિહાસિક કાલમાં વધુ જંગલો આવેલાં હતાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના મધ્ય ભાગના ડુંગરોમાં તેમજ પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં. પાનખર પ્રકારની વનસ્પતિ સપાટ પ્રદેશમાં પુષ્કળ ઊગતી, જેમાં બાવળ જેવાં કાંટાળાં વૃક્ષો અને આંબલી જેવાં ફળાઉ વૃક્ષોને સમાવેશ થતો, અને ડુંગરો સાગનાં જંગલથી છવાયેલા હતા. કાદવિયા જમીનમાં એવું ઊંચું ઘાસ ઊગતું હતું કે જેના પર ગુંડા નિર્વાહ કરી શકે. ચેમ્પિયને કરેલા વનપ્રકારના વર્ગો પ્રમાણે લોથલના પ્રદેશને સમાવેશ અત્યારે ઉષ્ણકટિબંધીય કાંટાળા પ્રદેશમાં થાય છે, પરંતુ લેથલમાં સાગ અને હાલદાનું હોવાપણું એવું સૂચવે છે કે હાલ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે તેમ ત્યાં ઈ. સ. પૂ ર૩૦૦માં જંગલે (ખરતી) પત્તીવાળા પ્રકારનાં હતાં. ' લોથલ ખાતેના અંડાકાર ટીબાનું માપ ઘેરાવામાં બે કિ. મી. અને ઊંચાઈમાં ૩૫ મીટર છે અને એ ક્રમે ક્રમે દક્ષિણથી ઉત્તર તરફ ઢળે છે. દક્ષિણ પશ્ચિમ ભાગ, જે આમ છતાં બીજા ભાગે કરતાં થોડો વધારે ઊંચે છે તે, નીચલા નગરથી ઉપરકોટને અલગ કરે છે. દક્ષિણ બાજુએ ઢોળાવ કંઈક ઊભો છે. પશ્ચિમ અને ઉત્તરની કિનાર ઉપરનાં નીચાણ અનુક્રમે નદીનું પુરાણપત્ર અને નાળું દર્શાવે છે. પૂર્વ તરફના પડખા ઉપરનું સ્થળ એવું પુરાઈ ગયું હતું કે એમાં ૧૯૫૪ ના ઉખનન પહેલાં દીવાલની કેઈનિશાની જોવા મળતી નહોતી. આ સ્થળ પછીથી ધક્કાનું પાત્ર હેવાનું માલૂમ પડયું છે. આ પાંચે તબક્કાઓમાં લોથલના લોકો કેમ જીવતા હતા અને એમણે જગતની સભ્યતામાં શો ફાળો આપે એ કાંઈક વિગતે જોઈએ. નગર–આયોજન એ સિંધુ સભ્યતાનું પહેલું મોટું પ્રદાન છે. | (આ) નગર-આ જન ૧, રેખાંકન (પટ્ટ ૨, આકૃતિ ૧૭) પહેલી ગ્રામ-વસાહત નાશ પામ્યા પછી લોથલના નગરનું “તબકકા ર”માં પદ્ધતિસર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આમ કરતી વેળા આયોજકોએ બંદર-અને-ઔઘોગિક નગરની જરૂરિયાતને ગણતરીમાં લીધી અને સામાન્ય રીતે સિંધુ શહેરેમાં અનુસરવામાં આવેલા આયોજનના બધા મૂળભૂત સિદ્ધાંતને અપનાવ્યા. ઉદાહરણ તરીકે, નગરનું વિવિધ મકાનસમૂહમાં વિભાજન કર્યું. એ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy