SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૯ ૫ મું] પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ છેતે કાંપનું સપાટ મેદાન લોથલન અંતર્ભભાગ હતું. ખંભાતનું રણ એ હાલ સાબરમતી નદીના મુખથી આશરે ૬૦ કિ. મી. (૩ષ્ટ્ર માઈલ) ઉત્તર-પશ્ચિમે લંબાયેલી લાંબી છીછરી સૂકી ખાડી છે. અખાતમાં પ્રબળ નદીઓએ ઠાલવેલા કાદવને પરિણામે છેલ્લાં ચાર હજાર વર્ષોમાં સમુદ્ર અનેક કિલોમીટર પાછો હઠી ગયું છે. અત્યારે લોથલ સમુદ્રથી ૧૮ કિ. મી (૧૧ માઈલ) દૂર આવેલું છે, પરંતુ આઘ-ઐતિહાસિક કાળમાં એ સાબરમતી અને ભોગાવો નદીઓના મુખપ્રદેશ ઉપર આવેલું હતું અને નગરથી સમુદ્ર પાંચ કિ. મી. (ત્રણ માઈલ) કરતાં વધુ દૂર નહતો. ઉખનનથી જણાયું છે કે લોથલ ખાતેની પહેલી વસાહત નદીના ડાબા કાંઠા ઉપર થઈ હતી, જેને પ્રાચીન પ્રવાહમાર્ગ ટીંબાની ઘણો નજીક હોવાનું માલૂમ પડયું છે. લોથલથી ૨૦ કિ. મી.(૧૨ માઈલ)ની ત્રિજ્યામાં સંખ્યાબંધ સ્થળોએ કાળી માટીની નીચે રેતી અને ખરબચડા મરડિયાના રૂપમાં નદીક્ષિપ્ત નિક્ષેપો મળી આવે છે, જેના પરથી સાબરમતી અને એની શાખાઓએ છેટલાં ચાર હજાર વર્ષો દરમ્યાન પોતાના પ્રવાહમાં કરેલા વારંવારના ફેરફાર દેખાય છે. નળસરોવર નજીકનાં પ્રાચીન નદી-તળોમાંથી ખોદી કાઢવામાં આવેલાં પથ્થરનાં લંગર એવું સૂચવે છે કે આઘ–ઐતિહાસિક કાલમાં આ નદીઓ ૮૦ થી વધુ કિ. મી. (૫૦ થી વધુ માઈલ) અંદરના પ્રદેશ સુધી નાવ્ય હતી, પરંતુ અત્યારે મોટે ભાગે એ પુરાઈ ગઈ છે, અને એ વસંતના જુવાળ માટેનાં નિકાલ–બારાં બને છે. લોથલના હવાઈ ફોટોગ્રાફમાં ટીંબાના પશ્ચિમ કેટ પર એક છીછરો પ્રવાહમાર્ગ દેખાય છે અને બીજે ઉત્તરમાં દેખાય છે. આ માર્ગ સાબરમતીના લુપ્ત પ્રવાહ માર્ગની સાથે ભોગાવાને જોડે છે અને એ છેક ઠેઠ સુધી જોઈ શકાય છે. આ સ્પષ્ટ રીતે નદીઓના પ્રવાહમાર્ગ છે, જે પ્રાચીન કાળમાં કેઠ અને લોથલને એક બાજુ સમુદ્ર સાથે તો બીજી બાજુ નળસરોવર સાથે જોડતા હતા. લોથલની આસપાસને અત્યારને વાર્ષિક વરસાદ ૭૫ થી ૧૦૦ સેન્ટીમીટર (૩૦ થી ૪૦ ઇંચ) હોય છે; અને જૂના સમયમાં આના કરતાં થોડોક વધારે હશે. મોટા ભાગના ખેડૂતોએ વરસાદનું પાણી રોકી રાખવાને માટે સમોચ્ચ બંધ (contour bunding) કરી લીધા છે, જેને લીધે કેશાકર્ષણ પ્રક્રિયાથી ઉનાળામાં સપાટી ઉપર આવી પડેલો સુરોખાર ધેવાઈ જાય અને માટી ચોમાસા દરમ્યાન ભીનાશવાળી રહે. કાળી જમીન શિયાળામાં કપાસ અને ઘઉંની ખેતી માટે પૂરતી ભીનાશ રાખે છે. ભાલના કેટલાક વિસ્તારમાં તળાવની સિંચાઈની મદદથી ડાંગર પણ ઉગાડવામાં આવે છે. હડપ્પીય લેકે ડાંગર પણ ઉગાડતા હતા એ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy