SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ગતિ અનુભવી ઘણા ભવ પછી તે સાગરદત્ત સાર્થવાહને ત્યાં સુકુમાલિકા નામે તેની પુત્રી થઈ. તે દાહજ્વરથી વ્યાપ્ત થઈ તે સુકુમાલિકાના સાર્થવાહ પુત્ર સાથે લગ્ન થયા. તેના સ્પર્શથી તેને દાહની ભયંકર પીડા થવાથી તે ભાગી ગયો, બીજા ભીખારી સાથે તેને પરણાવી તે પણ ભાગી ગયો. આમકર્મના વિપાક જીવને ઘણાભવો સુધી ભોગવવા પડે. આમ સ્પર્શ સુખના ભોગવટામાં જેટલો આનંદ અનુમોદન થાય બીજાને પીડા આપવાથી આવા કર્મબંધ અને તેના વિપાક જીવને ભોગવવા પડે. શીતળતાદિ સ્પર્શ સુખના રોગમાંથી મુકત થવાનો ઉપાય: ચંદનાદિ શીતળ વસ્તુના લેપ શરીરને કરવાથી આત્મામાં શીતળતાને બદલે મોહનો તાપ-પીડા વધે, અને તે જ શીતળ ચંદન પ્રભુના અંગોને કરવાથી સર્વ મોહના નાશથી પરમાત્માના અંગો સમતારૂપ શીતળતાથી ભરેલા છે તેવી સમજણથી સહજ સમાધિ-સમતાની રુચિ પ્રાપ્તિ થાય. પ્રભુના નામ સ્મરણમાં પણ તેવી તાકાત કે પાપ સઘળા નાશ પામે. શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ, આભશીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. શીતળતા ગુણ હોડકરd તુમ, ચંદન કહાંબિચારા, તુમ નામ તાપ હરત હે વાંકુ ઘસતા ઘસારા” | (શીતલનાથ સ્તવન-પૂ. મહોપાધ્યાયજી) નમિ રાજર્ષિના દાહજ્વરની શાંતિ માટે ચંદનના લેપ રાણીઓ ઘસી ઘસીને થાકી ગઈ પણ દાહવર શાંત ન થયો પણ પ્રભુની સર્વ જીવોને અભયદાન આપવારૂપ દીક્ષા ગ્રહણનો ભાવ કરવા માત્રથી દાહજ્વર શાંત થયો, તો પછી જિનની આજ્ઞાના પાલનથી તો ગમે તેવા કષાયો નાશ પામે છે તે ચોક્કસ છે. “વિષયલગનકી અગ્નિ બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભાઈ મગનતા તુમ ગુણ રસકી કુણ-કંચન કુણદારા” (પૂ. મહોપાધ્યાયજી) વિષયોની અગ્નિ વિષયોના સેવનથી વૃદ્ધિ પામે. વિષયોના ત્યાગથી જ વિષયો શાંત થાય. ચંદનાદિ શીતળ, શરીરમાં વિષયની અગ્નિ વધારે છે. તેના ભોગથી તે 254 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy