SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયતમને ચાહતી નથી. મને બીજે કયાંય સુખ મળવાનું નથી. પણ જ્યારે ચેતનામાં મિથ્યાત્વનો વાસ થાય છે ત્યારે બહાર પ્રિયતમની શોધમાં ભટકે છે. જેમ સન્નિપાત રોગમાં જીવને ઊંઘુ જ ગમે. કાલસૌકરિકને તે રોગના કારણે તેને જ્યારે વિષ્ટા ચોપડાય-દુર્ગધ યોગમાં જ તેને શાંતિ મળે. મોહના પ્રચંડ પ્રકોપમાં આત્માને બહાર જ બધે સુખનો ભ્રમ જાગે. ‘પર ઘર જેવારે ધર્મ તુમેફિરો, નિજ ઘરના લાહોરેશમી જેમ નવિ જાણે મૃગ કસ્તુરિઓ, મૃગમદ પરિમલ મમરા જેમતે ભૂલોરે મૃગદિશોદિશિફિરે, લેવા મૃગમદગંધા તેમ જગ ઢંઢેરે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિરે અંધ.13 (પૂ. મહો. યશોવિજયજી) જગતના અજ્ઞાન જીવો કે જેને પોતાના આત્મામાં સુખ છે તેનું જેમને જ્ઞાનભાન નથી તેઓ બહાર ધર્મ સુખની શોધ કરતાં હોય છે. જેમ કસ્તુરિયામૃગની નાભિમાં કસ્તુરી હોવાથી ચારે તરફ તેની સુગંધ પ્રસરે છે અને તે જ સુગંધમાં આસકત બનેલો મૃગ પોતે તેની શોધમાં ચારે તરફ દોડાદોડ કરે પણ ભ્રમના કારણે તેને પોતાને ભાન નથી કે મારી નાભિમાં જ તે કસ્તુરી છે અને તેની આ મહેક છે, તો બીજે ભમવાથી શું? તેમ અજ્ઞાની જીવ પણ પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદમાં જ સુખ છે એમ માની પોતાના ગુણોમાં રહેલા સુખ માણવાનું ભૂલીને વિષયોની શોધમાં ભમ્યા કરશે અને મૃત્યુને શરણ થશે. જેમ ભમરો પણ ગંધમાં જ સુખ માની કમળમાં ગંધને માણવામાં આસક્ત બની જાય અને કમળ સંકોચાઈ જાય તેનું ભાન ન રહે! અને તેમાં પ્રાણ ગુમાવે. () ગંધ પરિણામ: गन्ध्यन्ते = अघ्रायते सौमुखाकृत् सुरभिः।। વૈમુર્ણાહૂ તૂમિ: જે ગંધથી મુખ પ્રસન્ન થાય તે સુરભિ ગંધ, જે ગંધથી મુખ અપ્રસન્ન થાય તે દૂરભિ ગંધ. પુદ્ગલને ઓળખવા તેના લક્ષણોનું જ્ઞાન જરૂરી. પ્રથમ પુદ્ગલ આકારથી પકડાય. આંખનો પ્રથમ વિષય આકાર, પછી તેમાં રહેલા રૂપને પકડે. 240 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy