SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલ. તેઓ કપડા પણ જાડા પહેરતા. સાધુએ કપડા રંગવાના નહીં. રંગીન કપડા નહીં પહેરવાના.રંગનોરાગઉતારવાનો. સંયમઅનેજ્ઞાનાદિ ગુણથીવાસિત થવાનું છે. સાધુનો સમગ્ર વ્યવહાર વિષયોથી છૂટવાનો અને સંયમ પર્યાયની વૃદ્ધિ માટેનો જ સર્વા પરમાત્માએ ફરમાવ્યો છે. પંચવર્ષીય જગતથી (લોક) છૂટવા માટે પંચપરમેષ્ઠિના વર્ણ પાંચ, અપ્રશસ્ત વર્ણથી છૂટવા પ્રશસ્ત આલંબન રૂપે તે પંચ વર્ણ વ્યવહારમાં ધારણ કરનારા પાંચ પરમેષ્ઠિને પકડવાના છે અને તેમના આત્મામાં રહેલા પાંચ ગુણોને પકડી સ્વયં નિશ્ચયથી રૂપાતીત થવા ગુણમય બનવાનું છે. નામ દરસન, નામ ફરસન રસ બંધ કછુ નાહ, આનંદઘન ચેતનમય મૂરતિ સેવક જન બલિ જાય. (પૂ. આનંદઘનજી) હું દર્શન અર્થાત્ બીજાને જોવા માટે રૂપ નથી, સ્પર્શ નથી કે ખાટા, મીઠા રસ રૂપ કે સુગંધી-દુર્ગધી ગંધ રૂપ પણ નથી. હું ઇંદ્રિયોથી અતીત એવો આત્માથી જ આત્મા અનુભવ યોગ્ય ચેતનામય આનંદથી ભરેલો આત્મા છું, તો ઈન્દ્રિયોથી પકડાતા રૂપાદિ પાંચ વિષયોમાં આત્મા બંધાઈ કઈ રીતે? જેમ-જેમ ઈન્દ્રિયોથી વિષયોને પકડવા જાય તેમ-તેમ આત્મા મોહથી બંધાતો જાય તેથી તે પીડા પામે. માટે પાંચ વિષયોથી છૂટે અને સ્વગુણમય બને તો જ આત્મા આનંદ અનુભવે. આકાર-રૂપને કોણ પકડે? આંખ વગર રૂપકે આકાર પકડાય નહીં. આંખ વગર તેનું જ્ઞાન ન થાય. આંખ દ્વારા આત્માની બહાર આકાર અને વર્ગમાં જઈ ત્યાં સ્થિર થવા પ્રયત્ન કરે. અર્થાત્ અંતરાત્મા મટી બહિરાત્મા થાય. ઇંદ્રિય મળી તે (ઈ) આત્માને પાસે જવા અર્થાત્ ઇંદ્રિયોને વિષય વેદનાથી છોડાવી સદા આત્માના ગુણોમાં રમણતા કરવાની છે. જે આત્માઓએ ઇંદ્રિયો વડે સર્વજ્ઞ વચન રૂપ શ્રુતજ્ઞાનના બળે આત્માને ઓળખી, ઇંદ્રિયોના વિષયોથી વિમુખ બની, ઇંદ્રિયાતીત આત્મગુણોના અનુભવ માટે ધ્યાન યોગમાં સ્થિર થઈ આત્માની રમણતા માણી બહિરાત્મા મટી અંતરાત્મામાં આવી મહાત્મા બની પરમાત્મા પદની પ્રાપ્તિ માટે જીવન જીવી ધન્ય બન્યા. પણ જેઓ ઇંદ્રિયો દ્વારા વિષયોમાં આકર્ષાઈ તેના ભોગવટામાં સુખાભાસ 234 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy