SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમા અનેક ગુણોથી યુકત છતાં તે ચામડીથી શ્યામ, તેથી તેજપાલને ન ગમ્યા પણ તે જ અનુપમામાં જયારે આત્મ ગુણના દર્શન થયા ત્યારે તેજપાલ અનુપમા સિવાય બીજી પત્ની કરવા ઈચ્છતો પણ નથી. આત્માનો સ્વભાવ વસ્તુને વસ્તુ તરીકે જોવા-જાણવી. પુદ્ગલનો પુદ્ગલ તરીકે અને જીવનો જીવ તરીકે સ્વીકાર કરવો. એનામાં રહેલા ગુણને ગુણ તરીકે જાણવા, પણ સારા-નરસાનો આક્ષેપ કરવો તે મોહનો ઉદય છે. શરીરમાં રૂપને રૂપ તરીકે જાણવું તે આત્માનો ધર્મ, પણ કાળો વર્ણ ખરાબ અને ગોરો વર્ણ સારો તે આરોપ કરવો તે મોહનો ઉદય છે, તે મોહ દષ્ટિ. કપડાનો પ્રયોજનરૂપ વ્યવહાર ક્યારે ગણાય? વસ્તુનું પ્રયોજન શરીર સમાધિ, સંયમના કારણ રૂપ, મોહ દષ્ટિ નહીં. જેમકે કપડા-કાંબળીની જરૂર શરીરને ગરમી-ઠંડીથી સમાધિ, જીવોની જયણા પળાય, શીલની રક્ષા થાય અને મોતનું કારણ ન બને એ લક્ષ લેવાય તો પ્રયોજન રૂપ વ્યવહાર થયો. પણ શરીરની અનુકૂળતા, શોભા, લોકમાં સારા દેખાવાની દષ્ટિથી પસંદગી કરો તો તે વિષય રૂપ બની જાય. સાધુ-શ્રાવકના કપડા સંબંધિ વ્યવહાર મર્યાદા જુદી. સાધુ સંયમ પ્રધાન, અલ્પ મૂલ્ય, જીર્ણ-શીર્ણ, નિર્દોષ, શીલ રક્ષા અને સમાધિના કારણભૂત ગવેષણા પૂર્વક જ વસ્ત્રાદિ ધારણ કરે. (ફાટેલા, સાંધાવાળા ન પહેરાય) ગૃહસ્થોને પોતાના મોભા પ્રમાણે, કુલ મર્યાદા પ્રમાણે ઉચિત વેશ. તેમાં પણ શીલ અને સમાધિની પ્રધાનતા જરૂરી. સાધનો રંગ કાળો શા માટે? જગત કાળાને ધોળા કરે, સાધુ ઘોળાને કાળો કરે. વિવર્ણ કરે. કારણ સાધુએ રૂપાતીત, દેહાતીત, ચોગાતીત રૂપે સિદ્ધ સ્વરૂપ થવાની સાધના કરવાની છે. તેથી બધા રૂપથી અલિપ્ત થવાનું છે, માટે સાધુ જીવનમાં શરીરની શોભા રૂપ સ્નાન ન કરે, શરીર પરનો મેલ ન ઉતારે, કપડા પણ રોજ નહીં ધોવાના, ઉત્કૃષ્ટ તો વર્ષમાં એક વખત વરસાદનાનેવાના પાણીથી ધુએ. જીર્ણ-શીર્ણ લે એટલે ફાટે કે પરઠવી દે. મલ પરિષહ સહન કરવાનો છે. આથી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને મલ્લધારીનું બિરુદ અજીવ તત્ત્વ | 233
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy