SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સટોસટના ખેલ કરવા છતાં નટ પર પ્રસન્ન થતાં નથી, ઈનામ આપતાં નથી અને નટ રાજાને રીઝવવા પોતાની બધી જ કળા અજમાવવામાં બાકી રાખતો નથી. તે જ વખતે નટ બનેલા ઈલાચીની દષ્ટિ સામે આવેલા શ્રેષ્ઠીના ઘરમાં પડી અદ્દભૂત દશા, પદ્મીની નાર રૂપના અંબાર જેવી, સુવર્ણ આભૂષણોથી અધિક શોભાયમાન દેહ અને ભકિત વિભોર ભાવ પૂર્વક મોદકનો થાળ લઈ તપસ્વી, કૃશ ગાત્ર અને વસ્ત્ર મલીનપણાથી જેનું સંયમ શોભી રહ્યું છે તેવા સાધુને ભિક્ષા વહોરાવી રહી છે અને સાધુપણાની ચર્યામાં પ્રવિણ-એષણા દષ્ટિ યુકત સાધુ મોદકના આગ્રહને કુકરાવતા, એકાંત, રૂપ બધું હોવા છતાં દષ્ટિમાં નિર્વિકારનો ઝળહળતો તેજ નારી રૂપની ઉપેક્ષા કરી પરસ્પર આત્મ દષ્ટિ અને સંયમની ઉભયપક્ષે મર્યાદા અને મર્યાદાના દર્શન થતાં ઈલાચીકુમારની દષ્ટિ પણ નિર્વિકારને પામી. પોતાના રૂપ, આસકિત પર ધિક્કાર છુટયો. મુનિ અને સ્ત્રીની સંયમ અને ભકિતની અનુમોદનાની ભાવના પરથી શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢી કેવલલક્ષ્મીને વર્યા. આકારની શોભા વધારનાર રૂ૫ની આસકિતને તોડવા શું કરશો? પર્યાયદષ્ટિ ફેરવી તત્ત્વદષ્ટિ કેળવો. દ્રવ્યની પર્યાય અવસ્થા જો તમારી દષ્ટિમાં સ્થિર થશે તો ત્યાં મોહ સહજ તમારા પર અસર કરશે. પુદ્ગલના પરિણામો જેમ જેમ ફરે તેમ તેમ તમારા સ્વભાવ પરિણામો ફરતા વાર નહીં. ધોમ તડકામાં ખુલ્લા પગે ચાલવાનું થાય અને લાંબો રસ્તો હોય અને કોઈ ઝાડાદિ કે છાપરાદિ કંઈ ન દેખાય ત્યારે શરીરને સાતા આપવાની અપેક્ષાવાળો મનમાં અરતિ-વ્યાકુળતા વધારશે, માર્ગ કેમ જલદી કપાય, રસ્તો કેટલો લાંબો, તેમાં ભાંગેલા રોડ આવે તો અરતિ વધે. સરકાર, મ્યુનિસિપાલટી વગેરે માટે મનમાં અનેક વિચારોની હારમાળા ચાલુ થાય. પણ જેવો ઘટાદાર લીલુંછમ ઓટલાવાળું વડલાનું વૃક્ષ જોવામાં આવે કે તરત આંખને ઠંડક થાય. તેમાં ય વડલાની લગાતાર હારમાળા જોવામાં આવે તો પગમાં જોર આવી જાય અને તાપથી ઠંડક મળ્યાના આશયથી અરતિ ઉકળાટ વધવાનું અટકી જાય. હજી વડલા આગળ પહોંચ્યા નથી છતાં અનુકૂળતા મળવાની આશા થકી અરતિ-વ્યાકુળતાના વિકલ્પોથી અટકે અને અનુકૂળતા મળવાના કારણે રતિ પરિણામ અર્થાત્ ગમો થાય. ત્યાં સ્થિરતાનો ભાવ આવે. તાપના દુઃખથી બચવાથી શીતળતાનું સુખ મળવાથી આનંદ થાય. પુદ્ગલના સંયોગનો કેવો પ્રભાવ? અરતિના પરિણામ કાઢવા પ્રથમ સમકિતના પરિણામ લાવવા પડે 230 નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy