SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર પરમાત્માના જન્મોત્સવ શા માટે? તીર્થંકર પરમાત્માનો આત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે માતાને પીડા ન આપે, તથા જગતના જીવોમાં જે નરકાદિ ભયંકર પીડા ભોગવી રહ્યા છે તેમને પણ ક્ષણભર (બે ઘડી) પીડા બંધ કરવામાં અને સર્વપીડામાં મુક્તિના કારણરૂપ સમ્યક્રદર્શન પ્રગટ થવામાં પણ નિમિત્તભૂત કારણ બને તથા તેમને હવે પછી ક્યારે જન્મ-ભવ ધારણ કરવાનો નથી તથા અજન્મા બનવાની સાધના કરી અને જગતના જીવોને પણ અજન્મા બનવાનો જ ઉપદેશ ફરમાવવા દ્વારા જગત પર મહાઉપકાર અને સ્વયં સદા જન્મ-મરણની પીડામાંથી મુક્ત થવારૂપ સ્વોપકાર કરનારા થશે. તેથી તેમનો જન્માભિષેક આદિ જન્મોત્સવ પણ આપણને અજન્મા બનવામાં નિમિત્ત બને તેથી તેમના જન્માભિષેકની ઉજવણી કરવી જોઈએ એથી ૬૪ ઈન્દ્ર દેવો પણ વિશિષ્ટ પ્રકારે મેરૂ પર્વત પર જન્માભિષેક અને નંદિશ્વર દ્વિપમાં અઠ્ઠાઈ મહોત્સવ વગેરે ઉજવણી કરે. પુદ્ગલના પરિણામ ગતિ, ગ્રહણ અને બંધ એ યોગરૂપે જન્મ અને છોડવું એટલે શરીરરૂપે ગ્રહણ કરેલ પરમાણુઓ આત્મામાંથી નીકળતા જ બધા ભેદ રૂપે છૂટા પડતા તે વિયોગરૂપ મરણ કે સંયોગરૂપ જન્મ કે સંસ્થાન રૂપ આત્મા નથી. પણ અનુત્પન્ન-અજર, અમર, અયોગી, અરૂપી, નિરંજન, નિરાકાર અને નિર્વિકાર પરમાનંદી છે. • મનુષ્ય ભવ સફળ કયારે થાય ? મિથ્યાત્વનો ક્ષયોપશમ થવા વડે સર્વજ્ઞ તત્ત્વ વડે સ્વાત્માનો હેયોપાદેય રુચિપૂર્વકનો જો નિર્ણય થાય કે સર્વ સંગરહિત એવો આત્મા અનાદિથી પુગલો સાથે એકમેકરૂપ અભેદભાવને પામેલો છે અને આ મનુષ્યભવ સિવાય કોઈપણ ભવમાં આત્મા સર્વથા મુગલ સાથેનો ભેદ કરી સત્તાગત સિદ્ધાવસ્થા પ્રગટાવી શકશે નહીં અને તે સિદ્ધાવસ્થા પ્રગટાવવા જ જિનશાસન - જિનાજ્ઞા છે, તો જીવને જિનાજ્ઞાપાલનનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટશે અને આત્માને છેતર્યા વિના જિનાજ્ઞાની આરાધના કરવા પ્રયત્નશીલ બની પ્રાપ્ત મનુષ્યભવ સફળ કરશે. ભેદજ્ઞાનની પ્રધાન દષ્ટિથી અર્થાત્ પુદ્ગલના ૧૦ પરિણામો અને આત્માના પરિણામોના નિશ્ચયથી પુદ્ગલના પરિણામમાં આદર આકર્ષણ રુચિ અટકે. પરમાણુ – પરમાણુ બંધાય ક્યારે, જ્યારે બન્ને પરમાણુમાં સ્વભાવની રસાદિની 222 | નવ તત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy