SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત બને તે માટે અણગાર ધર્મનો અર્થાત્ સર્વ સંગના ત્યાગ કરી નિઃસંગરૂપ આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત એવા - અવ્યાબાધ સુખના શાશ્વતધામ એવી સિદ્ધાવસ્થા પ્રગટાવવા માટે, છ કાચના સર્વ જીવોને અભયદાન રૂપ અને સર્વ કષાયના ત્યાગ નિમિત્ત સર્વ સંયોગ સંબંધના ત્યાગરૂપ નિઃસંગ અર્થાત્ આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ ધ્યાન અવસ્થાના સ્વીકારરૂપ સાધુપણાનો આશારૂપ ઉપદેશ ફરમાવ્યો છે. જે સાધુપણામાં કોઈના જન્મ, જરા કે મરણ રૂપ પિડામાં નિમિત્ત ન બનવારૂપ અને સ્વ સ્વભાવમાં સદા આનંદમય રમણતારૂપ જીવન જીવવાનું કોઈની પીડામાં નિમિત્ત ન બનવા રૂપ જીવન. જે જગતમાં આશ્ચર્યકારી છે. સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ.’ काले अणाइ-निहणे, जोणी गहणम्मि भीषणे इत्थ। भमिया भमिहिंति चिरं, जीवा जिण वयणमलहंता।।४९।। | (જીવવિચાર પ્રકરણ) અનાદિ અનંતકાળથી કર્મવશ જીવ વેદનાથી ભયંકર સ્વરૂપવાળી ૮૪ લાખ યોનિમાં (જન્મ-મરણ રૂપ સંસારમાં) જિન વચનના સ્વીકાર, પાલન અને આત્મસાત્ કર્યા વિના દીર્ઘકાળથી ભમ્યો અને દીર્ઘ કાળ ભમશે, માટે સંસારથી બચવા તેના તરણતારણ શરણરૂપ એક જિનવચન જ લાગવું જોઈએ. અન્યથા શરણં નાસ્તિ.' જન્મ દુઃખ રૂપ - આથી જન્મની ઉજવણી ન થાય? જન્મરૂપે થવું એટલે કાર્મણ-તૈજસ શરીરયુક્ત જીવનું જે તે સ્થાનમાં જઈ ત્યાં પૂર્વકર્માનુંસારી ઓદારિક કે વૈક્રિય પુદ્ગલોના કાર્મણ શરીર વડે ગ્રહણ કરી-તત લોઢાના ગોળા જેમ પુદ્ગલોને કામણ શરીર સાથે મિશ્ર કરવા, એકમેક કરવા તે. (યોનિ)-નવા શરીર રૂપે ઉત્પન્ન થવા રૂપ જન્મ અર્થાત્ પર ગ્રહણરૂપ વ્યવહાર કરવાનો જીવનો સ્વભાવ ન હોવા છતાં કર્મવશ જીવ સ્વાત્મ વીર્યનું કાર્મણ શરીર રૂપ કાયયોગ વડે દારિકાદિ વર્ગણા ગ્રહણ તથા શરીરરૂપે પરિણમન - જે આત્મા હવે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકારરૂપ-દેહ રૂપે પરિણમશે, ત્યારે પૂર્વ ગ્રહણ કરેલ અને હવે ગ્રહણ થતા વિશુદ્ધ વર્ણ, ગંધ, સ્પેશ આદિના કારણે જીવને તે વખતે ભયંકર પીડાનું સંવેદન થશે. જીવ પોતાના સ્વભાવ વિરુદ્ધ ગ્રહણ, પર પરિણમન, વિસર્જન પરસ્પર પુદ્ગલરૂપે બંધાવવા તથા છોડવાદિ સર્વ વિભાવદશારૂપ થવાથી 220 | નવ તત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy