SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહિત કરવું એટલે પુદ્ગલ પરિગ્રહમાંથી આત્મા ને છોડાવવો તે જ મોક્ષ. સર્વ સંયોગો - વિયોગ જન્ય-સંયોગમાં જેટલો બંધાય તેના કરતા તેના વિયોગમાં તેના પ્રત્યેના મોહ-મમતાના બંધનના કારણે વધારે બંધાય. પુરુષ નામ સાર્થક ક્યારે થાય?? સ્નેહના બંધન ઘણા ભવો સુધી ચાલે. સંયોગ આત્મા માટે પીડાનું મુખ્ય કારણ છે. આ વાત સર્વશની જેને સમજાય તે સંયોગોથી છૂટી આત્મા સાથે પ્રીતિ બાંધશે અને તે શાશ્વત પ્રીતિ બની રહે તે માટે સર્વ પુદ્ગલજન્ય (ઉપાધિજન્ય) સંયોગોને છોડવા પુરુષાર્થ આદરશે અને પોતાનું પુરુષ નામ સાર્થક કરશે. હે જીવ જે તારું નથી તે તારું થવાનું નથી પણ અવશ્ય તને ઉપાધિ કરાવશે તેને તું તે જાય પહેલા જ છોડીને પ્રાપ્ત મનુષ્યભવ સફળ કર. દુર્લભ એવું આત્મહિત સાધવાનું આ આવશ્યક કર્તવ્ય તે બીજા ભવમાં શકય નથી. કર્મોના ઉદયથી પ્રાપ્ત સંયોગમાં મિથ્યાત્વ મોહે મારાપણાની, સુખપણાની બુદ્ધિ કરાવી. તે સંયોગો છૂટી ન જાય, ચાલ્યા ન જાય, પણ વધારે મજબુત કરાવી તેમાં સુખાભાસનો અનુભવ કરાવી ચારિત્ર મોહનીય પળે પળે જીવને મુંઝવશે અને કર્મ બંધનની ગાંઠ વધુને વધુ મજબુત બનાવશે. મોહથી મુક્ત થવાનો ઉપાય સર્વજ્ઞાતત્ત્વ-ચરણનું શરણઃ માટે હે આત્મન મોહની જાળમાંથી મુકત થવાનો પરમ પુરુષાર્થ આદર અને તે માટે સર્વજ્ઞ પરમાત્માનું શરણ પકડ. તેના તત્ત્વ-ચરણને પકડ. તારી જ્ઞાનદષ્ટિ ખૂલશે. સ્વ-પર સ્વરૂપ સમજાશે. મુંઝાવાનું અટકશે અને મોહથી મુકિતના ઉપાયો પ્રાપ્ત થશે. ગુણોનો સ્વામી બની પરમાનંદનો ભોકતા બનીશ. શુદ્ધ તથાપિ ચરણે યતસે ન ભિક્ષો! તો પરિગ્રહભરો નરાર્થમેવ. (અધ્યાત્મક કલ્પદ્રુમ-૯) જો તું શુદ્ધ સંયમમાં પ્રયત્ન નહીં કરીશ તો તારું સંયમ ઉપકરણાદિ પરિગ્રહરૂપ થઈનરક માટે થશે. જો તું ચેતીશ નહીં, આત્મહિતની ઉપેક્ષા કે આત્માનું વિસ્મરણ કરીશ તો તારા ભાવ પ્રાણોનો નાશ. દીક્ષાના વેશમાં સાધુથી, ગચ્છાધિપતિના પદમાં પણ પરિગ્રહથી પીડાઈશ. સર્વ બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત થવાને 216 | નવ તત્ત્વ
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy