SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. તેનો અંતિમ અંશ પરમાણુ છે. તે કદી નાશ પામવાનું નથી. માત્ર પરમાણુનું ભેગા થવું તે સ્કંધ. પરમાણુની સંખ્યા આત્મદ્રવ્યથી અનંતગુણી તો પણ તે આઠમા અનંતથી અધિક નહીં, આત્માના અસંખ્ય પ્રદેશો તેમાં આઠ રુચક પ્રદેશો સિવાય છદ્મસ્થ સંસારી જીવોના સર્વ પ્રદેશ અનંતાનંત કાર્મણાદિ વર્ગણા સમૂહથી અશુદ્ધ છે. કર્મવશ આત્મા જયારે કાશ્મણ સ્કંધ ગ્રહણ કરે ત્યારે ચોથા અનંતથી અધિક અને પાંચમા અનંતથી ઓછી એટલા પ્રમાણ સંખ્યામાંના બનેલા કાર્મણ વર્ગણાના સ્કંધને ગ્રહણ કરે, તેનાથી ઓછા સ્કંધ ન ગ્રહણ કરે. “શાન અનંત જીવનો નિજ ગુણ, તેપુગલ આવરિયો, જે અનંત શકિતનો નાયક, તે ઈણ કાયર કરિયો. સંતો (૫) (પુદ્ગલ ગીતા) ત્રણ ભુવનને હલાવવા અને એક સમયમાં લોકાલોક જાણવા સમર્થ, એવા અનંત શકિત રૂપ આત્માને પુદ્ગલના આવરણથી નબળો પાડી દીધો. કાયરસત્વહીન, પરાધીન બનાવી દીધો. આત્મવીર્યનો ઉપયોગ જો કર્મ નિર્જરા માટે ન થાય તો તે કર્મબંધ માટે થાય? હવે જ્યારે અનંતા પુદ્ગલ પરાવર્તન કાળ અજ્ઞાન દશામાં પરિભ્રમણ કરી અકામ નિર્જરા વડે જયારે ચરમાવર્તકાળમાં કર્મલઘુતા થશે ત્યારે તેને પોતાના આત્મતત્ત્વ સમજવાનો ઉહાપોહ થશે. આત્મહિત તરફ દષ્ટિ જશે પણ વીર્યાન્તર કર્મના ક્ષયોપશમથી જે શકિત પ્રગટ થાય તેનો ઉપયોગ જીવ જો સ્વ આત્મહિત માટે નહીં કરે તો દીર્ઘકાળે પ્રાપ્ત મનુષ્ય ભવ પણ નિષ્ફળ જશે. અકામ નિર્જરાદિથી પ્રાપ્ત મનુષ્યભવ ફરી કર્મ બાંધી દુર્ગતિમાં ભટકશે, અજ્ઞાન-વિપર્યાસથી આત્મગુણ સંપત્તિને બદલે પુદ્ગલસ્કંધના પરિગ્રહને સંપત્તિ માની સમગ્ર શકિત તેના ગ્રહણપાલન-રક્ષણમાં વેડફી કર્મના પરિગ્રહો ગ્રહણ કરી ભટકશે. સુભૂમ ચક્રવર્તીને છ ખંડમાં સંતોષ ન થયો, બીજા છ ખંડના લોભમાં છ પૃથ્વી વટાવી સાતમી પૃથ્વીમાં (નરકમાં) કર્મસત્તા તેને દુઃખ ભોગવવા મોકલી આપે છે. પુદ્ગલની આસકિત અનંત શકિતવાન જીવને શકિતહીન-પરાધીન બનાવી દે છે. આત્માની શકિતને આત્મામાં જ રૂપાંતરિત કરીને વિશુદ્ધ આત્મ તત્વને પ્રગટ કરવાનું છે. અજીવ તત્વ | 21s
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy