________________
કેવલજ્ઞાન પ્રગટાવવા માટે જ મારે ઉપયોગ કરવાનો, તે પ્રણિધાન બરોબર હોય તો મોહ ફાવે નહીં. રૂપ અને આકાર એ પર આલંબન છે અને તે પ્રશસ્તમાંથી છૂટવારૂપ સાધનમાર્ગ છે એમ માની તેનાથી છૂટવાના લક્ષે અને સ્વગુણ-અરૂપી સાધ્યની સિદ્ધિનું લક્ષ સાધવામાં જેટલી પ્રબળતા તેટલી સાધનમાં સંવેગ અને સાધ્યમાં લયલીનતા પ્રગટ થાય, તેટલો મોહનો વિચ્છેદ થાય. ધ્યાન શુદ્ધ થાય અને અપૂર્વનિર્જરા થાય, તેથી રૂપ અને આકારમાંથી આત્મા છૂટતો જાય અર્થાત્ તે સંબંધી નવા કર્મ બંધાય નહીં અને અરૂપી સ્વરૂપની વૃદ્ધિ થાય.
શુદ્ધ સત્તાગત આત્મા નિરંજન, નિરાકાર, નિર્વિકાર અને નિર્વિકલ્પી છે એ પ્રમાણે સ્વાત્મ દ્રવ્યનો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આકાર, રૂપ, પર્યાય આવીને ઊભા રહેશે. આથી જ્ઞાનીઓએ બે પ્રકારના ધ્યાન કહ્યા છે. સાલંબન અને નિરાલંબન. સાધુઓને નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. ગૃહસ્થોને આલંબન ધ્યાનની પ્રધાનતા છે.
ગૃહસ્થો અપ્રશસ્ત નિમિત્તોમાં બેઠેલા છે. તેઓ અપ્રશસ્ત પિતાપુત્રાદિ સર્વ સંબંધોના નિમિત્તોમાં સાથે રહેલા છે તેથી તેમને અપ્રશસ્તથી મુક્ત થવા પ્રશસ્ત સાલંબનરૂપ પ્રતિમા, સમોવસરણાદિ અનેક આલંબનો છે. જ્યારે સાધુઓએ અપ્રશસ્ત સંયોગોનો ત્યાગ કર્યો છે તેથી શ્રુતજ્ઞાનાદિને ધ્યાનના સાધન માની સ્વઆત્મ સ્વરૂપનું પ્રધાન આલંબન લઈ સમતા સ્વભાવમાં સ્થિરતારૂપ ધ્યાનની સિદ્ધિ કરવાની છે. જ્ઞાનસારમાં સમતાની વ્યાખ્યા પૂ. મહોપાધ્યાયજીએ આ પ્રમાણે કહી છે.
વિકલ્પવિષયોdીર્ણ, સ્વભાવાલમ્બનઃ સદા, જ્ઞાનસ્ય પરિપાકો ય, સ શમા પરિકીર્તિતઃ
'
(-૧ સમતાઅષ્ટક) આત્મા સ્વ સ્વભાવના આલંબન વડે જ્યારે ઈન્દ્રિયો આદિના વિકલ્પોથી રહિત થાય છે ત્યારે જ્ઞાનમાં માત્ર શેય હોય છે અને આત્મા પોતાના શુદ્ધ જ્ઞાતા સ્વભાવ પ્રમાણે સ્થિર બને છે. કોઈ વિકલ્પ હોતા નથી ત્યારે જ્ઞાનના ફળરૂપ સમતા સ્વભાવ પ્રગટ થાય છે. આથી અધ્યાત્મ સારમાં કહ્યું છે કે, 210 | નવ તત્ત્વ