________________
પુદ્ગલોમાં પરસ્પર બંધાવાનો સ્વભાવ છે. તે પણ જ્યારે ગુણ વિષમતા હોય ત્યારે પરમાણુઓ સ્કંધ રૂપે બંધાય. તેમ આત્મામાં કર્મનો બંધ થવાનું કારણ પણ જ્યારે આત્મા પોતાના સ્વભાવથી વિપરીત વર્તે અર્થાત્ તેનો કર્મ બાંધવાનો સ્વભાવ ન હોવા છતાં પુદ્ગલના પરિણામો પ્રમાણે વર્તે ત્યારે તેમાં કર્મ બંધ સતત થયા કરે.
તીર્થની સ્થાપના શા માટે?
આત્માની જે સિદ્ધ અવસ્થા છે જે અનાદિકાળથી કર્મોથી જોડાયેલી છે તેને પ્રગટ કરવા માટે અને જીવ દ્રવ્યનો જે સ્વભાવ છે તેને પ્રગટ કરવા ને ભાવમાંથી છૂટવા માટે પરમાત્માએ તીર્થની સ્થાપના કરી છે. પરમાત્માને જ્ઞાનમાં જીવદ્રવ્ય એક જ એવું દેખાય છે કે જે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતું નથી માટે જીવદ્રવ્યને સ્વભાવ પ્રમાણે વર્તવા માટે તીર્થની સ્થાપના કરી છે. બાકીના દ્રવ્ય પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તી રહ્યા છે તેથી એમને માટે જિનની આજ્ઞા નથી.
ભાવથી મુકત બની સ્વભાવમય બનવા શાસનની સ્થાપના:
બધાને શાસનના રસિયા બનાવાની જ ભાવના કેમ ભાવી? જગતના જીવો દુઃખી છે તે જીવો ભાવથી મુક્ત બની સ્વભાવને પામશે તો જ જીવ દુઃખથી મુક્ત બનશે. મોહ છે ત્યાં સુધી ભાવ છે અને એનો સ્વભાવ પીડા આપવાનો જ છે. પ્રશસ્ત ભાવ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તેનાથી સાતાની પીડા જ મળે કારણ મોહનું કાર્ય પીડા આપવાનું છે. પણ સાથે ઉદાસીનતા ભાવ રહે કે, સાતા હોય કે અસાતા બંને કર્મના ઉદયરૂપ છે તેથી તેનાથી મુક્ત જ થવાનું છે. સાતામાં છો? એ પણ અપભ્રંશ ભાષા છે. આગમમાં ક્યાંયે સાતા શબ્દ નથી મૂક્યો. વાંદણા સૂત્ર, જય વીયરાય સૂત્ર અને લોગસ્સ સૂત્રમાં સંયમ યાત્રા સમાધિ પૂછવાનું વિધાન છે. અનૂકૂળતા આપે તે ભાવથી પુણ્ય અને આત્માને પવિત્ર કરે તે નિશ્ચયથી પુણ્ય. પ્રતિકૂળતાને અનુકુળતા બંનેથી આત્મા પર થઈ જાય અર્થાત્ સમતા આવે તે ધર્મ થયો. પુણ્યથી શરીર સારું મળ્યું ને સમતાને સાધીને આત્માને પવિત્ર કર્યો એટલે તે પુણ્ય આત્માને સહાયક બન્યું માટે તે ઉપાદેય, અને જો ખાવા પીવા વગેરેમાં શરીરનો ઉપયોગ કર્યો તો પાપ બાંધવામાં સહાયક બન્યું એટલે તે પુણ્ય હેય જ ગણાશે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે મહેનત કરવાની નથી.
132 | નવ તત્ત્વ