SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ, અને નીચેને જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ છે. આ આખું સ્વરૂપ દેવીનું તાંત્રિક સ્વરૂપ છે અને આવી જ રીતના આયુવાળી પાવતી દેવીના સ્વરૂપનું વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થએલ “શ્રી ભૈરવ પદ્માવતીક૯૫” નામના ગ્રંથમાં આપેલું છે, જે આ પ્રમાણે છે – पाशफलवरदगजवशकरणकरा पद्मविष्टरापना। सा मां पातु देवी त्रिलोचनारक्तपुष्पाभा ॥ | દેવીના મસ્તકના મુગટની પાછળના ભાગમાં સર્પની ત્રણ ફણાઓ તથા દેવીનું વાહન કુટ સર્ષ પણ દેવીના જમણા ઢીંચણની નીચે બેઠકમાં રજૂ કરેલ છે. દેવી સોનાના સિંહાસન ઉપર બિછાવેલી ગુલાબી રંગની ડિઝાઈનવાળી રેશમી ગાદી ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે. દેવીની લીલી કેરી જેવા રંગની કંચુકી, કમ્મર ઉપરનું ગુલાબી રંગનું ડિઝાઈનવાળું ઉડતું વસ્ત્ર, તથા કમ્મર નીચેનું ડિઝાઈનવાળુ આછા વાદળી રંગનું વસ્ત્ર, ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં ચૌદમા સિકાના અંતભાગમાં ગુજરાતી કારીગરોના હાથે તૈયાર થતાં રેશમી પટેળાના , જીવતા જાગતા પુરાવાઓ છે. ચિત્ર ૬ તથા ૬૧નું રેખાંકન સજીવ અને અદ્ભુત છે. Plate XVI ચિત્ર દર લહમીદવી. પાટણ ૨ના પાના ર૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૭૮નું આ ચિત્રનું જ વર્ણન. ચિત્ર ૬૩ઃ ફલની માળા. પાટણ ૨ના પાના ૨૨ ઉપરથી. પાંચમા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજો અને સરસ લેવાની મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઉતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે. ચિત્રમાં લાલ સિંદૂરિયા રંગની પૃષ્ઠ ભૂમિ ઉપર વિવિધ જાતના રંગબેરંગી સુગંધીદાર લોની માળા સુંદર રીતે ગૂંથેલી દેખાય છે. માળાની બંને બાજુએ ઉપરના ભાગમાં ક૯૫વૃક્ષની પાંદડાં સહિતની નાની નાની ડાળીએ લટકતી દેખાય છે. ચિત્ર ૬૪ઃ પૂર્ણચન્દ્ર. પાટણ ૨ના માના ૨૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૭નું આ ચિત્રનું જ વર્ણન. ચિત્ર પર ઊગતા સૂર્ય. પાટણ ૨ના પાના ૨૪ ઉપરથી. સાતમાં સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યના દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમને ઘાતક છે. ચિત્રમાં સૂર્યનારાયણ બે પિડાવાળાં બંને બાજુ એકેક ઘેડે જોડેલા અને તે બંને ઘડાને હાંકતાં એકેક અરુણ સારથિ સહિતના રથ પર બિરાજમાન થએલા છે. સૂર્યનારાયણે બંને હાથે પ્રકાશનાં કિરણો પકડેલાં છે. ચિત્રની પૃષ્ટભૂમિ સિંદૂરિયા લાલરંગની છે. સૂર્યનું આ જાતનું ચિત્ર આજસુધી મળી આવેલી બીજી કઈપણ કલપસૂત્રની હસ્તપ્રતમાં મારા જોવામાં આવ્યું નથી, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે. વળી આ ચિત્ર પંદરમા સૈકાની શરૂઆતના સમયની સૂર્યનારાયણની મૂર્તિની આકૃતિને એક નમૂને છે. સારથીઓની ઘડી હાંકવાની રીત અને ઘડાઓને દેડવાને વેગ પણ ચિત્રકારની પિતાના વિષય ઉપરની રજૂઆત કરવાની પૂર્ણ શક્તિ સાબિત કરે છે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy