SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ Plate XIV ચિત્ર પલ પ્રશસ્તિનું પાનું. પાટણ ૧. શ્રી પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીદેવીના બે ચિત્ર મૂળ રંગમાં આ પુસ્તકમાં ચિત્ર ૬૦-૬૧ રજૂ કરેલાં છે, તે શ્રી ભાવદેવસૂરિ વિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્રની સંવત ૧૪૫૫માં અણહિલપુર પાટણમાં લખાએલી પ્રતની પ્રશસ્તિનું છેલ્લું પાનું વાંચકેની જાણ સારૂ રજૂ કરેલું છે. લખાણની ૧૧ લીટીઓ પૈકીની સાતમી લીટીના ઉત્તરાર્ધમાં અને આઠમી લીટીના મોટા ભાગમાં આપેલ પહેલા કલેકમાં આ પ્રત પ્રખ્યાત પાટણ (અણહિલપુર પાટણ) શહેરમાં લખાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે છેઃ पंचपंचमनुसंख्यवत्सरे १४५५ पौषमुख्यसुतिथौ दिनेविधोः। . __ श्रीमतिप्रथितपत्तनेपुरे लेखकेन लिखितं सुपुस्तकम् ॥१॥ * (સંવત) ૧૪૫૫ના પોષ મિહિના)માં સારા દિવસે પ્રખ્યાત પાટણ શહેરમાં લેખકે [] સારું પુસ્તક લખ્યું છે. પછીના શ્લોકમાં આ ચરિત્ર લખાવનારની પ્રશસ્તિ છે. Plate XV - ચિત્ર ૬૦: શ્રી પાર્શ્વનાથ, પાટણ ૧ ના પહેલા પાના ઉપરથી. પુરુષપ્રધાન અન શ્રી પાર્શ્વનાથ શ્રીમકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં (ગુજરાતી કાગણ વદમાં) ચોથની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામના દશમા દેવલોકથી આવીને વારાણસી નગરીના અશ્વસેન મામે રાજાની વામાવી પટરાણીની કક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી આપણે ઉત્પન્ન થયા. ચિત્રની મધ્યમાં નીલવણની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂતિ તેઓશ્રીનું ચ્યવન કલ્યાણક દર્શાવવા ચિત્રકારે રજૂ કરી છે. પ્રભુના મસ્તક ઉ૫૨ નાગરાજધરણેન્દ્રની સાત ફણા છે. આજે જેવી રીતે જિનમંદિરમાં જિનભૂતિઓને આભૂષણેથી શણગારવામાં આવે છે, તેવી જ રીતે આ ચિત્રમાં પણ મૂતિના મસ્તકે મુકુટ, બંને કાનમાં કુંડલ, ગરદનમાં કઠે (હંસ કહેવાય છે તે આભૂષણ), હૃદય ઉ૫ર રત્નજડિત હાર, બંને હાથના કાંડા ઉપર કડાં, બંને કોણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને હાથની હથેળીઓ પલાંઠી ઉપર ભેગી કરી છે તેના ઉપર સેનાનું શ્રીફળ (બીજેરાના નામથી ઓળખવામાં આવે છે તે), કપાળમાં રત્નજડિત ગેળ તિલક (ટીકાના નામથી ઓળખવામાં આવે છે તે), છાતીની મધ્યમાં શ્રીવત્સ વગેરે આભૂષણે ચિત્રકારે સુસંગત રીતે ગોઠવેલાં છે. મૂર્તિની આજુબાજુ ચારે તરફ કરતો પરિકર છે. મતિની પલાંઠી નીચેની બેઠકની મધ્યમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું લંછન સર્પ પણ રજૂ કરેલું છે. ચિત્ર ૧૯ દેવી પદ્માવતી. પાટણ ૧ ના પાના ૨ ઉપરથી દેવીના શરીરને વર્ણ કમલનાં ફલ જે ગુલાબી છે. દેવીને ઓળખવા માટે તેણીના ચારે હાથમાં જુદાં જુદાં આયુધ આપીને, દેવી આકાશમાં ઉડતાં હોય તેવું દશ્ય રજૂ કરવા માટે દેવીના શરીરના પાછળની બંને બાજુએ કમ્મર ઉપર પહેરેલા વસ્ત્રના બંને છેડાઓ પવનમાં ઉડતાં બતાવીને ચિત્રકારે પોતાનું ચિત્રકલા ઉપરનું પ્રભુત્વ સાબિત કરી આપ્યું છે. દેવીના ચાર હાથે પિકી ઉપરના જમણું
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy